રશિયામાં યુક્રેનનો ભીષણ ડ્રોન હુમલોઃ એકનું મોત, અનેક ઘાયલ
રશિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર વિમાનોનું ઉડ્ડયન અટકી ગયું
યુક્રેન મિલિટરીના જણાવ્યા અનુસાર રશિયાના ૧૪૫માંથી ૬૨ ડ્રોનને તોડી પડાયા હતા અને ૬૭ને જામ કરાયા હતા
કીવ,યુક્રેને રવિવારે કરેલા ભીષણ ડ્રોન હુમલામાં મોસ્કો અને તેના સબર્બ હચમચી ઉઠ્યા હતા. સંખ્યાબંધ ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા એકનું મોત થયું હતું અને અનેક ઘાયલ થયાં હતાં. રશિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર વિમાનોનું ઉડ્ડયન અટકી ગયું હતું અને ઘણી ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરાઈ હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રાત્રે યુક્રેનના કુલ ૮૪ને તોડી પાડવામાં આવ્યાં હતા. બીજી તરફ રશિયાએ પણ વિક્રમજનક ૧૪૫ ડ્રોન સાથે યુક્રેન પર હુમલા કર્યા હતા. યુક્રેન મિલિટરીના જણાવ્યા અનુસાર રશિયાના ૧૪૫માંથી ૬૨ ડ્રોનને તોડી પડાયા હતા અને ૬૭ને જામ કરાયા હતા.
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શનિવારે રાત્રે ઉત્તર કોરિયા સાથે એકબીજા દેશો પર હુમલાના કિસ્સામાં એકબીજાને તાકીદે લશ્કરી મદદ કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી યુક્રેન યુદ્ધ વધુ તીવ્ર બન્યું હતું. આ સપ્તાહની શરૂઆતમાં યુક્રેને જણાવ્યું હતું કે તેના દળોએ સૌ પ્રથમ વખત ઉત્તર કોરિયાના સૈનિકોનો સામનો કર્યાે હતો. અગાઉ અમેરિકાએ રશિયામાં ઓછામાં ઓછા ૩,૦૦૦ ઉત્તર કોરિયાના સૈનિકોની તૈનાતીની પુષ્ટિ કરી હતી. દરમિયાન બ્રિટનના ડિફેન્સ સ્ટાફ ચીફ ટોની રાડાકિને દાવો કર્યાે હતો કે ફેબ્›આરી ૨૦૨૨માં યુદ્ધ ચાલુ થયા પછી રશિયાના ૭ લાખ સૈનિકોના મોત થયા છે.
રશિયન દળોની ઓક્ટોબરમાં સૌથી વધુ જાનહાનિ થઈ હતી. જોકે રશિયા કે યુક્રેન હજુ સુધી કેટલાં સૈનિકોના મોત થયા છે તે અંગે ચુપકીદી સેવી રાખી છે.રશિયાએ સંભવિત ડ્રોન હુમલાઓને જોખમને લીધે મોસ્કો ક્ષેત્રમાં ત્રણ એરપોર્ટ બંધ કર્યા. રશિયાએ ડ્રોન હુમલાઓના જોખમને પગલે રવિવારે મોસ્કો ક્ષેત્રમાં આવેલા ડોમોડેડોવો, ઝુકોવસ્કી અને શેરેમેત્યેવો આંતરરાષ્ટ્રીય એરપોર્ટને અસ્થાયી રીતે બંધ કરી દીધા છે, તેમ એક અધિકારીએ જણાવ્યું છે. રશિયન ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે, નાગરિક વિમાન ઉડાણોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ૧૦મી નવેમ્બરે મોસ્કોના સમય મુજબ સવારે ૦૮-૩૦ કલાકે ડોમોડેડોવો અને ઝુકોવસ્કી એરપોર્ટના ઓપરેશન અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.ss1