રશિયામાં વિરોધ પક્ષના નેતાને ચામાં ઝેર પીવડાવી મારવાની આશંકા
મોસ્કો, રશિયામાં વિરોધ પક્ષનમા નેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને ઝેર આપી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી હાલમાં તેમની હાલત ગંભીર છે એક માહિતી અનુસાર હાલ તે કોમામાં છે તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ પહેલા રશિયામાં વિરોધ પક્ષના નેતા અકેકસી નવાલનીને ગુરૂવારે સાઇબેરિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સાઇબેરિયાની હોસ્પિટલમાં દાખલ વિરોધ પક્ષના નેતા અલેકસી નવાલનીની પ્રવકતાએ તેમને ઝેર આપવાની માહિતી આપી એ યાદ રહે કે તેમના વિમાનની સાઇબેરિયાની હોસ્પિટલમાં તાકિદનું લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. રશિયા ન્યુઝ એજન્સી ટાસના જણાવ્યા અનુસાર રશિયામાં વિરોધ પક્ષના નેતાની સાઇબેરિયાની હોસ્પિટલમાં હાલત ખુબ નાજુક બનેલ છે તે ખુબ ગંભીર હાલતમાં છે. નવાલનીની પ્રવકતા કિસ યર્મિશે કહ્યું કે ૪૪ વર્ષીય નવલની હાલ બેભાન છે અને સઘન ચિકિત્સા દેખભાળમાં છે.
પ્રવકતા કિમ યર્મિશે કહ્યું કે નવાલની સાઇબેરિયા શહેર ટોમ્સ્કથી માસ્કો પાછી ફરી રહેલ એક ઉડયનમાં અચાનક અસ્વસ્થા અનુભવી રહ્યાં હતાં ત્યારબાદ તેમના વિમાનનું તાકિદે લેન્ડીંગ કરવું પડયું હતું. યર્મિશે ટિ્વટર અને ટેલીગ્રામ જેવા સોશલ મીડિયા પર લખેલવિમાન ઓમ્સ્કમાં ઉતર્યા બાદ નવલનીને શંકાસ્પદ ઝેર આપવાના કારણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. તેમણે આગળ લખ્યું કે અમને આશંકા છે કે અલેકસી નવાલનીની ચ્હામાં કંઇ મિલાવવામાં આવ્યું હતું. એ યાદ રહે કે અલેકસી નવલની એક વકીલ અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા પણ છે જેમણે તાજેતરના વર્ષોમાં જેલમાં ક્રેમિલિન વિરોધી જંગનું આયોજન માટે અનેક સંકેત આપ્યા હતાં.HS