રશિયામાં વેકસીનના ટ્રાયલ પર અચાનક બ્રેક વાગી
નવીદિલ્હી, રશિયામાં કોરોના વેકસીનનું ટ્રાયલ અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યું છે વેકસીનનીવધારે માંગ અને ડોઝની અછતના કારણે નવા વોલેન્ટિયર્સના વેકસીનેશનના કામને રોકવામાં આવ્યું છે વેકસીનેશનનો સ્ટડી કરી રહેલી ફર્મે કહ્યંકે આ પ્લાનનેઅચાનક અસ્થાયી રીતે રોકવો પડે તે નિરાશાજનક છે.
મળતી માહિતી અનુસાર મોસ્કોના કિલિનિકમાં વેકસીનનો ડોઝ ખતમ થઇ ચુકયો છે તેના કારણે કામને રોકી દેવાયું છે મેડિકલ સ્ટાફના એકસભ્યએ સ્વીકાર કર્યું કે વેકસીનના કામને વધારે ડિમાન્ડ અને ડોઝનુી ખામીના કારણે રોકવામાં આવ્યું છે. ૧૦ નવેમ્બરની આસપાસ તેને ફરી શરૂ કરાશે મોસ્કોના સીટી હેલ્થ ડિપાર્ટમેન્ટની તરફથી આ કેસમાં કોઇ ખાસ નિવેદન આવ્યું નથી વેકસીન સ્પુટનિક વીને બનાવનારા ગામલેયા રિસર્ચ સેન્ટરે પણ આ માટે કોઇ કમેન્ટ કરવાની મનાઇ કરી છે ગામલેયા રિસર્ચ સેન્ટરના હેડ એલેકઝાન્ડર ગિંટ્સબર્ગે કહ્યું કે ૮૫ ટકા લોકોમાં વેકસીનની કોઇ સાઇડ ઇફેકટ જાેવા મળી નથી.
રશિયાના આરોગ્ય મંત્રાલયે એલેકસી કુજનેત્સોવે કહ્યું કે ૪૦૦૦૦ લોકો પર વેકસીનના ટ્રાયલના ટારગેટને પુરો કરી લેવાયો છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્વીકાર્યું કે વેકસીનના નિર્માણમાં ચેલેન્જનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ તેની સામે લડી લેશું રશિયાએ પહેલા આ વર્ષના અંત સુધીમાં ૩ કરોડ વેકસીન તૈયારકરવાનું લક્ષ્ય રાખ્યું હતું તેને ઘટાડીને હવે બે કરોડ કર્યું છે.
ભારતમાં રશિયાની કોરોના વેકસીનનું ટ્રાયલ માર્ચ મહિના સુધી ખતમ થઇ શકે છે રશિયાની વેકસીનના ભારતમાં ટ્રાયલ કરી રહેલી કંપની હૈદરાબાદની ફાર્માકંપનીના ડો રેડ્ડી કહે છે કે રશિયાની વેકસીનના ત્રીજા ચરણનું માનવ પરીક્ષણ માર્ચ સુધી થઇ શકે છે.HS