રશિયામાં 99 હજાર એકરના જંગલમાં 197 સ્થળે આગ ફેલાઇ, આગ શહેરો સુધી પહોંચી, 3 લોકો અસરગ્રસ્ત
ક્રાસ્નોયાર્સ્ક. વિશ્વના સૌથી ઠંડા સ્થળ તરીકે જાણીતા સાઇબેરિયાનાં જંગલોની આગ ફેલાતી જ જઇ રહી છે. પૂર્વ રશિયાનો મોટો વિસ્તાર તેની ઝપટમાં છે. હવે યાકુત્સક, યુગોરસ્ક અને સોવેત્સકી જેવા નાના કસ્બા પણ ઝપટમાં આવી ગયા છે. રશિયાની એરિયલ ફોરેસ્ટ પ્રોટેક્શન સર્વિસના જણાવ્યા મુજબ 99 હજાર એકરમાં 197 સ્થળે આગ ફેલાઇ છે, જેને 5 હજારથી વધુ લોકો બુઝાવી રહ્યા છે. રશિયામાં ગ્રીનપીસના વાઇલ્ડફાયર યુનિટના વડા ગ્રેગરી કુક્સિનના કહેવા મુજબ સાઇબેરિયા વિશ્વમાં સૌથી ઝડપથી ગરમ થઇ રહ્યું છે. આ તત્કાળ રોકવું જરૂરી છે. એક વર્ષમાં અહીં ગ્રીસના ક્ષેત્રફળ જેટલું જંગલ ખાક થઇ ચૂક્યું છે. લેસેન કાઉન્ટીમાં 5,800 એકર જંગલમાં આગ ફેલાઇ. અહીં 30 હજાર લોકોને ખસેડાયા છે. 24 કલાકમાં 850 એકર જંગલ ખાક થયું.