રશિયા અને યુક્રેનના તણાવ વચ્ચે શેરબજારમાં ૧ હજાર પોઇન્ટનો કડાકો

મુંબઇ, ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ અશુભ સાબિત થયો છે. રશિયા અને યુક્રેનના તણાવને કારણે શેરબજારો ભારે ઘટાડા સાથે ખુલ્યા છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૭૦૦૦ ની નીચે ખૂલ્યો છે અને નિફ્ટી ૧૭૦૦૦ ની નીચે આવી ગયો છે. સેન્સેક્સ ખુલતાની સાથે જ ૧૨૦૦થી વધુ પોઈન્ટ ઘટીને ૫૬,૪૩૬ અને નિફ્ટી ૩૬૦ પોઈન્ટ ઘટીને ૧૬,૮૪૭ પોઈન્ટ પર ખુલ્યા હતા.
હાલમાં સેન્સેક્સ ૯૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬,૬૯૬ પર અને નિફ્ટી ૨૭૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬,૯૨૮ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજારમાં સુનામીથી કોઈ સેક્ટર ટકી શક્યું નથી. તમામ ક્ષેત્રોમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. બેન્કિંગ શેરોમાં મોટો ઘટાડો જાેવા મળી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપને પણ જાેરદાર માર મારવામાં આવ્યો. સેન્સેક્સના ૩૦માંથી તમામ ૩૦ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ડૉ. રેડ્ડીના શેરમાં સૌથી મોટો ઘટાડો, જે ૨.૦૯ ટકાના ઘટાડા સાથે ૪૧૭૩ રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે.
મંગળવારના આ ટ્રેન્ડિંગ સેશનમાં ઓઈલ એન્ડ ગેસ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આઈટી, મીડિયા, એનર્જી, બેન્કિંગથી લઈને ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ફાર્મા, મેટલ્સ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જાેવા મળી રહી છે.HS