રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ માત્ર વાતચીતથી જ સમાપ્ત થશે: ભારત
નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ યુક્રેન સંકટ અંગે કહ્યું છે કે અમને પૂરી આશા છે કે મંત્રણા સાથે યુદ્ધનો અંત આવશે. મુત્સદ્દીગીરી અને સંવાદ સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી. ગંભીર માનવતાવાદી પરિસ્થિતિ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
યુક્રેન કટોકટી અંગે ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અમે ફરી એકવાર સભ્ય દેશોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું પાલન કરવા અને રાજ્યોની સંપ્રભુતા અને અખંડિતતાનું સન્માન કરવા આહ્વાન કરીએ છીએ. તિરુમૂર્તિએ કહ્યું કે અમે એવું પણ માનીએ છીએ કે મ્ઉઝ્ર હેઠળની કોઈપણ બાબતનો ઉકેલ સંમેલનની જાેગવાઈઓ અનુસાર અને સંબંધિત પક્ષો વચ્ચે પરામર્શ અને સહકાર દ્વારા થવો જાેઈએ.રશિયાએ યુક્રેનમાં સૌપ્રથમ વખત દેશના પશ્ચિમી વિસ્તારોમાં એરપોર્ટની નજીક લશ્કરી કાર્યવાહીનો વિસ્તાર કર્યો.
બીજી બાજુ, નિરીક્ષકો અને સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે રશિયન સૈનિકોનો કાફલો, જે શહેરને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે લાંબા સમયથી કિવની બહાર અટકી ગયો હતો.
યુદ્ધ તેના ત્રીજા અઠવાડિયે પ્રવેશે છે, યુએસ અને તેના સાથીઓએ તેના વેપાર અગ્રતા દરજ્જાને પાછો ખેંચીને રશિયાને અલગ કરવા અને તેના પર પ્રતિબંધો લાદવાના પ્રયાસો ઝડપી કર્યા છે. યુક્રેનના મુખ્ય બંદર શહેર મેરિયુપોલમાં પ્રસૂતિ હોસ્પિટલ પર ઘાતક હવાઈ હુમલા પછી વધતા આક્રોશ વચ્ચે આ પગલું આવ્યું છે.HS