રશિયા આસપાસના બાલ્ટીક દેશો સહિતના ક્ષેત્રમાં અમેરિકી-નાટો દળો તૈયાર

File Photo
રશિયા યુક્રેન પર આક્રમણ વધારશે તો અમો વધુ કઠોર પ્રતિબંધ મુકશું: આ દેશના અર્થતંત્રને પાયમાલ કરશું: બાઈડનની આકરી ચેતવણી: ભારે કિંમત ચૂકવવી પડશે
યુક્રેન કટોકટી; વિશ્વના અર્થતંત્ર પર ઘેરાતા નવા વાદળો
નવી દિલ્હી: રશિયાએ યુક્રેનના બે પ્રાંતને સ્વતંત્ર જાહેર કરીને તથા તેની સુરક્ષા માટે રશિયન સૈન્યને મોકલી પશ્ચિમી દેશો સામે ફેકેલા લશ્કરી પડકારને અમેરિકા અને તેના સાથી દેશોએ આર્થિક પ્રતિબંધથી કરવા નિર્ણય લીધો છે.
એક તરફ રશિયાએ તેનું આક્રમક વલણ યથાવત રાખ્યુ છે અને યુક્રેન ભણી ભારે શસ્ત્રો અને સૈનિકોની સાથે 100 ટ્રક યુક્રેન ભણી રવાના કર્યા છે અને આ રીતે યુક્રેન પરનો તેનો સકંજો મજબૂત બનાવ્યો છે.
બાલ્ટીક દેશો જે અમેરિકા-નાટો રાષ્ટ્રો છે ત્યાં અમેરિકા અને યુરોપના દેશો તેની લશ્કરી પોઝીશન મજબૂત બનાવી રહ્યા છે પણ અમેરિકાના પ્રમુખ જો બાઈડને ગઈકાલે એક રાષ્ટ્રજોગ સંબોધનમાં રશિયાના પગલાને આક્રમણકારી દર્શાવ્યું છે અને રશિયા પર આર્થિક પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે.
જો કે બાઈડને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રશિયા સાથે અમેરિકા યુદ્ધ ઈચ્છતું નથી પણ નાટોની એક એક ભૂમિની અમો રક્ષા કરશું અને યુક્રેનને અમો સુરક્ષા માટે શસ્ત્રો પણ આપશું. બાઈડને કહ્યું કે હજું પણ વાટાઘાટ માટે સમય છે જેનાથી અત્યંત ખરાબ સ્થિતિને ટાળી શકાશે. અમો રાજદ્વારી પગલાઓ માટે ખુલ્લા છીએ. જો તેઓ ગંભીર હોય તો….
બાઈડને કહ્યું કે, તે અમેરિકી દળોને યુરોપમાં તેનાત કર્યા છે અને રશિયા આસપાસના ત્રણ બાલ્ટીક દેશોમાં અમારા સૈનિકો મૌજૂદ છે. બાઈડને કહ્યું કે, યુક્રેન પરનો રશિયાનો હુમલો એ શરુઆત છે પણ રશિયાને આ અધિકાર કોણે દીધો તે પાડોશી દેશમાં નવા રાષ્ટ્રનું સર્જન કરે.
બાઈડને જાહેર કર્યુ કે, અમેરિકા દ્વારા લગાવાયેલા અનેક પ્રતિબંધ બાદ રશિયા પશ્ચિમી દેશો સાથે વ્યાપાર કરી શકશે નહી અને રશિયાને મળનારી નાણાકીય સહિતની સહાયતા પણ હવે બંધ રહેશે.
બાઈડને સ્પષ્ટ કર્યુ કે, રશિયા પર પ્રતિબંધ લગાવાતા સમયે તે દેશની આર્થિક વ્યવસ્થામાં સમસ્યા સર્જાય નહી કે અમેરિકાની આર્થિક વ્યવસ્થાને અસર થાય તે જોવાશે. રશિયા જેમ જેમ લશ્કરી પગલા વધારશે તેમ તેમ તેના પરના આર્થિક પ્રતિબંધ વધારાશે.
અમો કઠોર પ્રતિબંધનું પેકેજ તૈયાર કર્યુ છે જે રશિયાના આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રભાવીત કરશે.અમેરિકી પ્રતિબંધમાં રશિયન બેન્કોનો પશ્ચિમી દેશો સાથેના વ્યવહાર ફ્રીઝ કરી તેની મિલ્કતો પણ ફ્રીઝ કરશે. ઉપરાંત રશિયાના પાંચ ધનાઢય પરિવાર પર આર્થિક અને ટ્રાયબ પ્રતિબંધ આવશે.
100થી વધુ લશ્કરી ટ્રકો- સૈનિકોની બળવાખોર ક્ષેત્રમાં આગેકૂચ: વધુ એક શહેર કબ્જે: યુદ્ધ તૈયારીનો માહોલ
યુક્રેન મુદે અમેરિકા અને વિશ્વના મોટાભાગના રાષ્ટ્રોએ રશિયન પગલાની કરેલી આકરી ટીકા છતા પણ રશિયા તેના આક્રમક પ્લાનમાં આગળ વધી રહ્યું છે અને યુક્રેનના વધુ વિસ્તારો પર કબ્જો કરવા 100થી વધુ લશ્કરી ટ્રકો- શસ્ત્ર- સરંજામ અને સૈનિકો સાથે યુક્રેન મોકલ્યા છે. રશિયાએ યુક્રેનના બે વધુ શહેરો ડોનત્સ્ક અને લુહાસ્ક પર પુરો કબ્જો કરવા માટે સૈન્ય રવાના કર્યુ છે.
યુક્રેનના શહેર બાર્કિવમાં પણ રશિયન સૈન્ય ઘૂસ્યુ છે. અહી પણ મોટી સંખ્યામાં લશ્કરી ટ્રકો અને સૈનિકોની અવરજવર જોવા મળી રહી છે. આ તમામ ક્ષેત્ર બળવાખોરના હાથમાં છે અને તેઓને શસ્ત્રો તથા લશ્કરી મદદ મળી. રશિયા-યુક્રેનના આક્રમણ સામે તૈયારી કરવા આદેશ આપ્યુ છે.
આ ઉપરાંત સીમા પર લશ્કરી હોસ્પીટલ, બ્લડ-સ્ટોરેજ વિ.ની પણ તૈયારી કરી જ છે. પુટીનનો ઉદેશ યુક્રેનની વધુમાં વધુ ભૂમિ પર કબ્જાનો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પુટીનની કઠપુતળી જેવી સંસદે યુક્રેન પર હુમલા માટે પુટીનને સતા આપી છે.