રશિયા-ચીનના ટાર્ગેટ પર અમેરીકા: તાઈવાન સરહદે ‘વૉરડ્રીલ’

File
(પ્રતિનિધિ દ્વારા)નવીદિલ્હી, રશિયા-યુક્રેન યુધ્ધના સમયે જ ચીન તાઈવાન સામે મોરચો ખોલે એવી શક્યતાઓ વધી રહી છે. ચીન તાઈવાન સરહદે સતત ‘વૉરડ્રીલ’ કરી રહ્યુ છે. ચીનના હુમલાનો પ્રતિકાર કરવા તાઈાવને સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. તાઈાવનના સૈન્યએ યુધ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે.
પરંતુ યુક્રેન-તાઈવાન વચ્ચે અંતર છે. અને એ અંતર છે તાઈવાનને અમેરીકાનૃ અભયવચનનુ. તાઈવાનની રક્ષાની નૈતિક જવાબદારી અમેરીકાની છે. કારણ કે બંન્ને દેશો વચ્ચે કરાર થયા હોવાનુૃં કહેવાય છે. અને તેથી જ અમેરીકાના નૌકાસેનામાં સાતમો બડો તાઈવાનની નજીક ગોઠવાઈ ગયો છે. યુક્રેનનો ‘નાટોમાં સમાવેશ ભલે નથી થયો પણ નાટો દેશો અને તેમાં અમેરીકા યુક્રેનને સહયોગ કરી રહ્યા છે.
આમ, તો રશિયા યુક્રેન અને ચીન તાઈવાનના મુદ્દે અમેરીકાને પડકાર ફેંકી રહ્યા છે. યુક્રેનમાં અમેરીકાનુૃ હિત હોવાનુૃ કહેવાય છે. જ્યારે તાઈવાન સાથેના કરારને કારણે અમેરીકાને મદદે આવ્યા વિના છૂટકો જ નથી. તાઈવાનના સમુદ્રના પેટાળમાં અઢળક પેટ્રોલિયમ છે.
અને તેથી જ દક્ષિણ સમુદ્ર પર મહાસત્તાઓની નજર પડી છે. ચીન વિસ્તારવાદી હોવાથી તેની નજર તાઈવાન પર કબજાે જમાવીને અમેરીકાના આધિપત્યને ચીનની નજીક સરકતુ અટકાવવાનો છે.
રશિયાની આસપાસના દેશો નાટોમાં પ્રવેશ મેળવે તો તેને તકલીફ પડે તેમ છે. અમેરીકાની હાજરી રશિયા-ચીન બંન્નેનેેે ખંંુપી રહી છે. અમેરીકા પ્રભુત્વ જમાવવાની સાથે નવા વેપારની નવી તકો શોધી રહ્યુ છે. યુરોપિયન દેશોમાં રશિયાનો ગેસ પુરવઠો બંધ થતાં જ નાગરીકો માટે માર્ગ મોકળો થશે. તો દક્ષિણ સાગરના પેટાળમાં અઢળક સંપત્તિ -ખનિજ-પેટ્રોલીયમ છે. અમેરીકા સહિત મહાસત્તાઓની તેના પર નજર હોય તે સ્વાભાવિક જ છે.
વેપાર તથા કૂટનીતિમાં હોંશિયાર અમેરીકાએ ચીન સામે ભારતને ઉભુ કરી દીધુ છે એવંું કહેવુ ખોટુ નથી. ભારત ક્વાડ દેશોમાં છે. અમેરીકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનો ક્વાડ દેશોમાં સમાવેશ થાય છે.
આમ, અમેરીકા સ્થળ-સમય અને સંજાેગોનેે અનુરૂપ પોતાના પત્તા ખુલ્લા કરે છે. તેથી તાઈવાન પર જાે ચીન હુમલો કરશે તો ભારતની વિદેશનીતિની અગ્નિ પરીક્ષા થશે. ચીન સામે ભારતને આર્થિક દ્રષ્ટીએ કોરોના કા પછી પોષાય તેમ નથી.
આમ તો યુધ્ધ કોઈને પોષાય તેમ ન હોવા છતા રશિયા-યુક્રેન વચ્ચે પ૦ દિવસ કરતા વધારે દિવસથી યુધ્ધ ચાલી રહ્યુ છે.ચીન-ભારત પર હુમલો કરશે તો ભારતે પણ તેનો કડક જવાબ આપવો પડશે.
સામાન્ય રીતેે ભારત સામેથી ક્યારેય હુમલો કરશે નહી તેથી બંન્ને દેશોના લશ્કર આમને સામને ઉભા છે. તેજ પરિસ્થિતિ જળવાય એવી શક્યતાઓ છે. ચીન-રશિયાની ધરી અમેરીકા- બ્રિટન જેવા દેશો સામે છે. એ લગભગ નક્કી લાગી રહ્યુ છે.
કદાચ યુધ્ધ થાય તો તેની ભયાનકતા જબરજસ્ત હશે. સરકારની યુધ્ધ સહિત પરમાણું યુધ્ધ સુધી મામલો પહોંચે એવી ભીતિ સંરક્ષણ નિષ્ણાંતો વ્યક્ત કરી ચુક્યા છે.