Western Times News

Gujarati News

રશિયા ચીન પર પરમાણુ હુમલો કરનાર હતુંઃ સીઆઇએનો સનસનીખેજ ખુલાસો

બીજીંગ, રશિયા અને ચીન એક બીજાના લોહીની તરસ્યા છે એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે રશિયાએ મિસાઇલો છોડવાની તૈયારી કરી લીધી હતી આ સનસનીખેજ ખુલાસો અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએ દ્વારા કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં માનવ ઇતિહાસમાં ફકત એક જ વાર કોઇ પણ દેશે અન્ય દેશ પર પરમાણુ હુમલોકર્યો છે અને તે અમેરિકા છે.જેમણે જાપાન પર આ હુમલો કર્યો હતો તે પછીથી પરમાણુ હુમલો કરવાની ધમકીઓ બહાર આવી પણ કયારેય પરમાણુ હુમલો થયો નહીં.

પરંતુ હવે યુએસની ગુપ્તચર એજન્સીએ ખુલાસો કર્યો છે કે રશિયાએ લગભગ ચીન પર અણુ હુમલો કરવાની તૈયારીઓ કરી લીધી છે રશિયન મિસાઇલો ચીન તરફ હતી માત્ર ૧૫ મિનિટમાં અણુ બોમ્બ ચીન પર પડવાનો હતો જાે કરે વિનાશની આ યોજના છેલ્લી ક્ષણે મુલત્વી રાખવામાં આવી હતી પરંતુ ચીન અને રશિયા જેવા ગાઢ મિત્રો વચ્ચે આવી નોબત કેમ આવી
અહેવાલો અનુસાર રશિયા ગુસ્સે થઇને હુમલો કરવાની તૈયારીમાં હતું રશિયાએ પણ મિસાઇલો છોડવાની તૈયારી કરી લીધી હતી સીઆઇએ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે એજન્સીની માહિતી ઘારીને રશિયા એટલું ગુસ્સે થયું હતું કે તે ચીન પર પરમાણુ બોમ્બ છોડવા જઇ રહ્યો હતો.

આ સમાચાર આશ્ચર્યજનક છે કારણ કે વર્તમાન યુગમાં રશિયા અને ચીનને અમેરિકા વિરૂધ્ધ સૌથી મજબુત સાથી માનવામાં આવે છે અમેરિકા હંમેશા આ દોસ્તીથી ખતરો અનુભવે છે. કારણ કે બે શક્તિશાળી દેશો એક સાથે છે.અમેરિકાની બાદશાહત પર મોટો ખતરો છે અમેરિકા પાસે આટલો મજબુત અન્ય કોઇ સાથી નથી જે તેની સાથે સાથે ચાલી શકે તેથી તે આ મિત્રતાને તોડવા કોઇ કસર બાકરી નહિં રાખે તેથી સમય સમય પર અમેરિકા કેટલાક શગુફા છોડવાનું ચાલુ રાખે છે પરંતુ આ વખતે યુએસની ગુપ્ત એજન્સીએ શગુફા છોડી દીધો છે તે વિશ્વ માટે એલાર્મ બરાબર છે.

અહેવાલ મુજબ રશિયાએ ચીનને પાઠ ભણાવવા માટે પરમાણુ મિસાઇલો છોડવાની તૈયારી કરી હતી પરંતુ આ વર્તમાન સમયની વાત નથી પણ શીત યુધ્ધનો સમયગાળો છે. પરંતુ આજની તારીખમાં આવા અહેવાલો જાહેર કરવા પાછળ અમેરિકાનો એક જ હેતુ છેે આ મિત્રતા તોડવા માટે અમે અમેરિકાના આ ષડયંત્રને સમજવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પહેલા આપણે જાણી શકીશું કે શીત યુધ્ધ દરમિયાન શું બન્યા રશિયા ચીન પર અણુ મિસાઇલો છોડવાની તૈયારી કરવા તૈયાર હતું. શીત યુધ્ધ દરમીયાન એક સમય એવો પણ આવ્યો હતો કે જયારે પરમાણુ હુમલાની ધમકી સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગી હતી તેસમયે રશિયન રાષ્ટ્રપતિ નિકિતા કુશ્વેવે ફિડેલ કાસ્ટ્રોની વિનંતીથી કયુબામાં પોતાની પરમાણુ મિસાઇલો તહેનાત કરી હતી. તે સમયે સામ્યવાદી શાસિત દેશોમા ંસૌથી મોટો અને શક્તિશાળી હોવાને કારણે ચીને પણ રશિયાને ટેકો આપ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.