Western Times News

Gujarati News

રશિયા દ્વારા સમરત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ

File

નવી દિલ્હી, રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન કહ્યું કે, રશિયાએ સફળતાપૂર્વક સરમત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી દીધું છે. આ સાથે પુતિને કહ્યું કે, આ પરમાણુ હથિયારને કારણે ક્રેમલીનના દુશ્મન દેશો હવે બે વખત વિચારશે.

સમરતને પશ્ચિમના એનાલિસ્ટ દ્વારા શેતાન-૨ નામ આપવામાં આવ્યું છે. અને તે રશિયાની નેક્સ્ટ જનરેશન મિસાઈલ છે. અને પુતિન આ મિસાઈલને અજેય ગણાવે છે. અને રશિયા પાસે કિંઝહલ અને અવાનગર્ડ હાયપરસોનિક મિસાઈલ પણ સામેલ છે.

ગત મહિને રશિયાએ કહ્યું હતું કે, યુક્રેનમાં એક ટાર્ગેટ પર સ્ટ્રાઈક કરવા માટે તેઓએ પ્રથમ વખત કિંઝહલ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો, કે જ્યાં ફેબ્રુઆરી ૨૪થી રશિયાના સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશનમાં રશિયાના સૈનિકો એક ખાસ મિશન ઉપર છે.

બુધવારે ટેલિવિઝન પર એક વિડીયો શેર કરીને સેના સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે, સમરત ઈન્ટકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલની સફળતાપૂર્વક લોન્ચ માટે હું તમને ધન્યવાદ પાઠવું છું.

આ એકદમ યુનિક હથિયાર છે અને તે આપણી આર્મ્‌ડ ફોર્સની કોમ્બેટ પોટેન્શિયલ ક્ષમતામાં વધારો કરશે, અને બહારના ખતરાઓથી રશિયાની સુરક્ષા કરશે અને તેઓ કે જે રશિયાને ધમકી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને બે વખત વિચાર કરવો પડશે.

રશિયાના ડિફેન્સ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ઉત્તર રશિયામાં પ્લેસેત્સ્ક કોસ્મોડ્રોમમાં મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયાના પૂર્વ વિસ્તારમાં કામચત્કા પેનિન્સુલાના કુરા ટેસ્ટ રેન્જમાં આ મિલાઈસ ટ્રેનિંગ વોરહેડ્‌સ પૂરી પાડશે.

મંત્રાલયે જણાવ્યું કે, સરમત દુનિયામાં ટાર્ગેટને તબાહ કરવા માટેની સૌથી શક્તિશાળી અને લાંબી રેન્જની મિસાઈલ છે. અને તે દેશના ન્યુક્લિયર ફોર્સના કોમ્બેટ પોટેન્શિયલમાં વધારો કરશે. આ મિસાઈલનું વજન ૨૦૮.૧ મેટ્રિક ટન છે, તેની લંબાઈ ૩૫.૫ મીટર છે.

એક આરએસ-૨૮ સરમત મિસાઈલની અંદર ૧૦થી ૧૫ વોરહેડ લાગેલા હોય છે, જે બીજા ફેઝમાં હાઈસ્પીડથી અલગ-અલગ જગ્યાઓ પર નિશાનો સાધી શકે છે. તેમાં ૨૭૪ લિક્વિડ રોકેટ એન્જિન લાગેલા હોય છે. આ મિસાઈલની ઓપરેશન રેન્જ ૧૮ હજાર કિમી છે. આ મિસાઈલ મેક ૨૦.૭ની સ્પીડથી ઉડાન ભરી શકે છે. આ મિસાઈલને એસ-૪૦૦ના જેવા સાઈલોથી લોન્ચ કરી શકાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.