રશિયા પણ ચૂકવી રહ્યું છે યુદ્ધની કિંમત: મોંઘવારી 45% વધી
નવી દિલ્હી, રશિયામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં 45% સુધીનો વધારો થયો છે. એટલું જ નહીં ટેલીકોમ, મેડિકલ, ઓટોમોબાઈલ, એગ્રીકલ્ચર અને ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટસની કિંમતોમાં પણ ઝડપથી વધારો થયો છે. આવી સ્થિતિમાં સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે.
એક અહેવાલ પ્રમાણે આર્થિક પ્રતિબંધોમના કારણે રશિયન ચલણ રુબલનું વેલ્યુ ડોલરની તુલનામાં 30% નીચે આવી ગઈ છે. આવી સ્થિતિમાં રશિયામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં 45%નો વધારો થયો છે. જે ગ્રોસરીની વસ્તુ પહેલા 3,500 રૂ.માં મળતી હતી તે હવે 5,100માં મળી રહી છે.
છેલ્લા સપ્તાહમાં રશિયામાં દુધની કિંમતમાં ડબલ વધારો થયો છે. કેટલાક એહવાલમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઘણા મોલ અને દુકાનોમાં લોકોના વસ્તુઓની ખરીદી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.
રશિયા એક મોટું ઈલેક્ટ્રોનિક માર્કેટ પણ છે પરંતુ પ્રતિબંધોને કારણે ઈલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમતોમાં પણ 17%નો વધારો થયો છે. આ જ પ્રમાણે લપટોપ, ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, મોસ્કોના કાફેમાં વપરાતી કેટલીક વસ્તુઓની કિંમતમાં 300% સુધીનો વધારો થયો છે.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ધરાવતી સૌથી મોટી સંસ્થા SWIFTમાંથી બહાર કરી દીધા બાદ રશિયાનું અર્થતંત્ર ઘૂંટણિયે આવી ગયું છે. હાલના સમયે એક ડોલરની તુલનામાં રશિયન કરન્સી 112 પર ટ્રેન્ડ કરી રહી છે.
આ કારણથી રિઝર્વ બેંક ઓફ રશિયાએ 7.65 લાખ રૂપિયાથી વધુ પૈસા ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જ કારણ છે કે, રશિયામાં બેંકો અને ATM આગળ લાંબી લાઈન લાગી છે.
મળતી માહિતી પ્રમાણે રશિયામાં બિઝનેસ બંધ કરવાવાળી કંપનીઓની સંખ્યા વધીને 59 થઈ ગઈ છે. ફોક્સવેગન, એપલ, માઈક્રોસોફ્ટ, ટોયોટા, મોકડોનલ્સ, ગૂગલ પે, સેમસંગ પે વગેરે સામેલ છે.