રશિયા પાસેથી ઓઈલ ખરીદવા સામે યુએસ ભારતથી નારાજ

નવી દિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધના પગલે રશિયા પર અમેરિકા સહિતના પશ્ચિમ દેશોએ પ્રતિબંધ મુકયા છે. અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનુ બંધ કરી દીધુ છે. જાેકે ભારતે રશિયાએ ઓઈલના ઘટાડેલા ભાવનો લાભ લેવા માટે રશિયન ઓઈલ ખરીદવાનો ર્નિણય લીધો છે તે પછી અમેરિકાએ ભારતને આડકતરી રીતે ધમકી આપી છે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન પસાકીએ કહ્યુ હતુ કે, બાઈડન સરકારે દુનિયાના તમામ દેશોને સંદેશ આપ્યો છે કે, રશિયા પર મુકાયેલા પ્રતિબંધોનુ પાલન કરવામાં આવે.જાે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદતુ હોય તો ભારતે વિચારવાનુ છે કે તમે કોની સાથે ઉભા છો…ઈતિહાસના પુસ્તકો અત્યારે લખાઈ રહ્યા છે અને રશિયાનુ સમર્થન કરવુ એ રશિયાના યુક્રેન પરના આક્રમણનુ સમર્થન કરવા જેવુ છે.
તેની અસર વિનાશકારી હશે. ઉલ્લેખનીય છે કે, ભારતે અત્યાર સુધી રશિયાના હુમલાને વખોડયો નથી અને યુએનમાં રશિયા સામે વોટિંગ પણ કર્યુ નથી. રશિયાએ તો ભારતને મેસેજ આપી દીધો છે કે, રશિયા ભારતમાં ઓઈલ એક્સપોર્ટ વધારવા માંગે છે અને ભારતીય કંપનીઓ આ સેક્ટરમાં રશિયામાં આવીને રોકાણ કરે તેવુ પણ રશિયા ઈચ્છી રહ્યુ છે.
જાેકે ભારતને ધમકી આપીને અમેરિકાએ પોતાનુ બેવડુ વલણ છતુ કર્યુ છે.કારણકે જર્મની અને બીજા યુરોપિયન દેશો હજી પણ રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદી રહ્યા છે અને અમેરિકાએ તેની સામે હરફ પણ ઉચ્ચાર્યો નથી.SSS