રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સોનાની કિંમતમાં આજે પણ મોટો ઉછાળો

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આજે ફરી એક વખત સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે. ઉછાળા સાથે સોનું ફરી ૫૧ હજાર રૂપિયા અને ચાંદી ૬૬ હજાર રૂપિયાને પાર નીકળી ગયું છે. બીજી તરફ આજે (૨૮ ફેબ્રુઆરી) શેર બજારના ખૂબ ખરાબ શરૂઆત થઈ છે.
સવારે ૯ઃ૪૦ વાગ્યે સેન્સેક્સમાં ૯૦૦થી વધારે પોઇન્ટનો કડાકો જાેવા મળ્યો હતો. એમસીએક્સ પર સવારે સોનું ૧.૭૨ ટકા અને ચાંદી ૧.૭૯ ટકા વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં હતાં.સવારે ૯ઃ૩૦ વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ૮૬૨ રૂપિયા એટલે કે ૧.૭૨ ટકાના વધારા સાથે ૫૧,૦૮૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
બીજી તરફ ચાંદી ૧,૧૬૨ રૂપિયા એટલે કે ૧.૭૯ ટકા વધીને ૬૬,૦૬૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં સોનું બહુ ઝડપથી ૫૨,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તર પર પહોંચી શકે છે.
ઓગસ્ટ ૨૦૨૦ દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ ૧૦ ગ્રામ ૫૬,૨૦૦ રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૧,૦૮૩ રૂપિયા જાેવા મળ્યું હતું. આ રીતે સોનું હજુ રેકોર્ડ કિંમતથી ૫,૧૧૭ રૂપિયા સસ્તું મળી રહ્યું છે.HS