રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે કપલે કર્યા હોસ્પિટલમાં જ લગ્ન

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધના સમાચારની તમામ તસવીરો સામે આવી રહી છે. કેટલાક તસવીરો તમને રડાવશે અને કેટલીક તમને વિચારવા મજબૂર કરી દેશે. આ દરમિયાન એક તસવીર સામે આવી છે જે ચર્ચામાં છે. આ વીડિયો હોસ્પિટલની અંદરનો છે, જ્યાં એક યુવાન યુગલ તેમના યુનિફોર્મમાં લગ્ન કરી રહ્યું છે. લગ્ન કરનાર વર-કન્યા વ્યવસાયે ડોક્ટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ વીડિયો મીડિયા આઉટલેટ નેક્સ્ટા દ્ગીટંટ્ઠ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં યુવા ડોક્ટરોની જાેડી હોસ્પિટલની અંદર સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લઈ રહી છે. ટિ્વટર પર વિડિયો શેર કરતાં લખ્યું છે. કિવમાં ડોક્ટરોએ હોસ્પિટલમાં જ લગ્ન કરવાનો ર્નિણય કર્યો.
વાયરલ થઈ રહેલા વીડિયોને જાેઈને તમે ઈમોશનલ થઈ જશો. જ્યારે કિવમાં દરેક જગ્યાએ બોમ્બ અને મિસાઇલો ફાયરિંગ થઈ રહી છે, તે દરમિયાન આ યુગલ, હાથમાં હાથ નાખીને, સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. તેની સામે ઊભેલો એક માણસ લગ્નની વિધિ કરાવી રહ્યો છે.
તેમની બાજુમાં એક મહિલા અને હોસ્પિટલના કેટલાક અન્ય લોકો પણ જાેવા મળે છે. લગ્ન સમારોહ પૂર્ણ થયા પછી, દરેક યુગલને અભિનંદન આપી રહ્યા છે. નવ દંપતીને લોકો કોમેન્ટ્સમાં અભિનંદન પાઠવી રહ્યાં છે અને વહેલી તકે યુદ્ધના અંતની પ્રાર્થના કરી રહ્યાં છે.
યુક્રેનની આ પહેલી તસવીર નથી. ગયા અઠવાડિયે, રશિયન હવાઈ હુમલો થયા પછી રાજધાની કિવમાં એક યુગલે તે જ સમયે લગ્ન કર્યાં હતાં. દેશની સ્થિતિ જાેઈને આ કપલ લગ્નના થોડા કલાકો બાદ હાથમાં બંદૂક લઈને સ્થાનિક પ્રાદેશિક સંરક્ષણ કેન્દ્ર પહોંચ્યા હતા. તેઓએ કહ્યું કે તેઓ તેમના ભવિષ્યને વિષે જાણતા નથી, પરંતુ તેઓ એકસાથે મરી તો શકે છે.SSS