રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અફઘાનિસ્તાનની અવગણના કરવી મોંઘી પડી શકે છે
મોસ્કો, રશિયા યુક્રેન યુદ્ધના કારણે દુનિયાનું ધ્યાન અફઘાનિસ્તાન પરથી હટી ગયું છે. તે માનવતાવાદી પડકાર હવે પશ્ચિમી શક્તિઓ માટે પ્રાથમિકતા નથી. પરંતુ નિષ્ણાતોને આશંકા છે કે આતંકવાદી સંગઠનો એક થવા માટે આ સ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે, જેનાથી અફઘાનિસ્તાનમાં સ્થિતિ બગડી શકે છે.
સાત મહિના પહેલા જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય ત્યાંની સ્થિતિને લઈને ખૂબ ચિંતિત હતો. મધ્ય એશિયાના આ દેશની અર્થવ્યવસ્થાના પતનને કારણે લાખો લોકો ગરીબી અને ભૂખમરા તરફ જવા લાગ્યા. વિશ્વના તમામ દેશો, ખાસ કરીને શક્તિશાળી પશ્ચિમી દેશો આ માનવીય સંકટને પહોંચી વળવા પ્રયાસો કરી રહ્યા હતા.
પરંતુ હવે અફઘાનિસ્તાન પ્રાથમિકતામાં નથી. ત્રીજા વિશ્વયુદ્ધના ભયને કારણે હાલમાં સમગ્ર વિશ્વનું ધ્યાન રશિયા-યુક્રેન સંઘર્ષ પર કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમી દેશો માટે અફઘાનિસ્તાનની અવગણના કરવી મુશ્કેલ બની શકે છે.
નિષ્ણાતોની એવી આશંકા છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સિવાય, આ સમયે જે આંતરરાષ્ટ્રીય વાતાવરણ પ્રવર્તી રહ્યું છે, તેનો લાભ ઘણા આતંકવાદી સંગઠનો પણ ઉઠાવી શકે છે. તાલિબાન તેના ઇસ્લામિક કટ્ટરપંથી કાયદાઓ લાગુ કરી શકે છે, અને અફઘાનિસ્તાનની સ્થિરતા માટે તાલિબાન પર મોટી વૈશ્વિક શક્તિઓ દ્વારા દબાણ ઢીલું થઈ શકે છે.
અફઘાનિસ્તાનમાં અન્ય આતંકવાદી સંગઠનો વૈશ્વિક શક્તિ અન્યત્ર વ્યસ્ત હોવાનો ફાયદો ઉઠાવી શકે છે. રિપોર્ટમાં, કાબુલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વૉર એન્ડ પીસ સ્ટડીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન તમિમ આસે કહે છે કે અફઘાનિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય રસ ઘટવાથી આતંકવાદી જૂથો અને ગુનાહિત નેટવર્કને ફરીથી એકઠા થવાની અને શક્તિશાળી બનવાની તક મળી શકે છે.
આનાથી અફઘાનિસ્તાનમાં કટોકટી વધુ ઘેરી બની શકે છે અને પરિવર્તનના આ સમયમાં ગુનાહિત નેટવર્ક ફરી વધી શકે છે. તમીમ કહે છે કે પશ્ચિમના માત્ર થોડા જ લોકો અફઘાનિસ્તાનમાં કોઈપણ તાત્કાલિક સુરક્ષા જાેખમોને અનુભવી રહ્યા છે.
અત્યાર સુધી, તાલિબાન આંતરરાષ્ટ્રીય માન્યતા અને આર્થિક સહાય માટે હિંસા કરતાં રાજદ્વારી પ્રયાસો પર ભાર મૂકે છે.નિષ્ણાતો કહે છે કે આ લાંબા સમય સુધી ચાલશે નહીં અને શાંત દેખાતી પરિસ્થિતિઓ પણ ટકી શકશે નહીં. ઈતિહાસ સાક્ષી છે કે માનવીય સમસ્યાઓ હિંસક સંઘર્ષમાં ફેરવાઈ રહી છે. આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલા દેશમાં આતંકવાદી સંગઠનો માટે કામ કરવું સરળ છે. અફઘાનિસ્તાન અપવાદ હશે તેવું કોઈ કારણ નથી.HS