રશિયા-યુક્રેન વચ્ચે કેન્દ્ર સરકારે યુદ્ધ ભડકાવ્યાનો મમતાનો આક્ષેપ
કોલકાતા, રશિયા અને યુક્રેન વોર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આપેલા નિવેદન પર ભાજપના નેતાઓ બરાબર અકળાયા છે. ભાજપના પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજીના ભાષણનો વિડિયો સોશિયલ મીડિયા પર રિલિઝ કર્યો છે.
ભાજપના આક્ષેપ પ્રમાણે મમતા બેનરજીએ એવુ નિવેદન આપ્યુ હતુ કે, રશિયા અને યુક્રેન વચ્ચે કેન્દ્ર સરકારે યુધ્ધ ભડકાવ્યુ છે.
શુભેન્દુ અધિકારીનુ કહેવુ છે કે, મમતા બેનરજીએ આવુ નિવેદન આપીને હવે તમામ સીમાઓ પાર કરી નાંખી છે. તેમને ખબર નથી કે તેમના શબ્દો ભારત સામે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. ભારતની વિદેશનીતિના કારણે પ્રભાવિત થઈ શકે છે.
અધિકારીએ વિદેશ મંત્રી જયશંકરને અપીલ કરી છે કે, આ વાતની નોંધ લેવામાં આવે અને તેનાથી જાે કોઈ નુકસાન થાય તેમ હોય તો તમે તેને ભરપાઈ કરવા માટે પ્રયત્ન કરો. મને શરમ આવે છે કે, અમારા રાજ્યના સીએમના કારણે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિમાં મુકાવુ પડી શકે છે.
જાેકે આ પહેલા મમતા બેનરજીએ પીએમ મોદીને કોઈ પણ શરત વગર સમર્થન આપવાની ઓફર કરીને કહ્યુ હતુ કે, ભારતીય વિદ્યાર્થીઓેને યુક્રેનમાંથી પાછા લાવવા માટે દેશ એક છે.SSS