Western Times News

Gujarati News

રશિયા સાથે રક્ષા સંબંધ તેના મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે.: રાજનાથસિંહ

નવીદિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત-રશિયા સંબંધ એક ‘વિશિષ્ટ અને વિશેષ વ્યુહાત્મક ભાગીદારી’ છે તથા બંને દેશો વચ્ચે હાલના સૈન્ય કરાર યથાવત રહેશે તથા અનેક મુદ્દાને બંને દેશ ઓછા સમયમાં આગળ ધપાવશે. અત્રે જણાવવાનું કે રાજનાથ સિંહ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જર્મની પર સોવિયત જીતની ૭૫મી વર્ષગાંઠના અવસરે સૈન્ય પરેડમાં ભાગ લેવા માટે ત્રણ દિવસ માટે રશિયા પ્રવાસે છે.

સિંહે કહ્યું કે મોસ્કોનો આ પ્રવાસ કોવિડ ૧૯ મહામારી બાદ કોઈ પણ ભારતીય અધિકૃત પ્રતિનિધિમંડળનો પહેલો પ્રવાસ છે. રક્ષામંત્રીએ અહીં પત્રકારોને સંબોધન કરતા કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધ એક વિશિષ્ટ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યુહાત્મક ભાગીદારી છે. અમારા રક્ષા સંબંધ તેના મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. સિંહે રશિયાના ઉપપ્રધાનમંત્રી યુરી બોરિસોવ સાથે દ્વિપક્ષીય રક્ષાસંબંધો પર ચર્ચા કરી. તેઓ મહામારીના પ્રતિબંધો હોવા છતાં તેમને મળવા હોટલ આવ્યાં હતાં.

રક્ષામંત્રીએ કહ્યું કે ‘બંને વચ્ચે થયેલી વાતચીત ખુબ હકારાત્મક રહી. મને આશ્વાસન અપાયું છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા કરારને યથાવત રાખવામાં આવશે અને માત્ર યથાવત જ નહીં પરંતુ અનેક મુદ્દે તે ઓછા સમયમાં આગળ પણ વધારવામાં આવશે. અમારા તમામ પ્રસ્તાવો પર રશિયા તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. હું ચર્ચાને લઈને સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું.’ તેમણે રશિયા તરફથી ભારતને સમયસર એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ આપવાના સંકેતની પણ વાત કરી.

તેમણે રશિયા તરફથી ભારતને સમય પર એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ આપવાના સંકેત આપતા આ વાત કરી. આ ઉપરાંત ચીનના મીડિયા દ્વારા એવો દાવો કરાયો હતો કે ચીનના વિદેશ મંત્રી વેઈ ફેંગે અને ભારતના વિદેશ મંત્રી રાજનાથ સિંહ મોસ્કોમાં સમારોહમાં ભાગ લેવાના છે અને પૂર્વ લદાખમાં સરહદે તણાવ અંગે બંને વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા છે. પણ ચીની મીડિયાના આ અહેવાલ અંગે જ્યારે રક્ષા મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણબાબુને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, “અમારા રક્ષામંત્રી ચીની રક્ષામંત્રી સાથે બેઠક નહીં કરે.”

નોંધનીય છે કે રક્ષામંત્રી રાજનાથનો રશિયા પ્રવાસ એવા સમયે થયો છે કે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદે ખુબ તણાવ છે. અધિકારીઓએ કહ્યું કે ચીન સાથે સરહદ પર ગતિરોધ ચાલુ છે પરંતુ સિંહ રશિયા સાથે ભારતના દાયકા જૂના સૈન્ય સંબંધોને કારણે ત્યાં ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.