રશિયા સામે લડવા માટે તામિલનાડુનો યુવક યુક્રેનની સેનામાં જોડાયો
નવી દિલ્હી, રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેન વિદેશી નાગરિકોને પણ બોલાવી રહ્યુ છે અને સેંકડો વિદેશીઓ યુક્રેનના જંગમાં જોડાયા પણ છે.
આ વિદેશીઓમાં તામિલનાડુના એક યુવકનો પણ સમાવેશ થાય છે.સેનિકેશ રવિચંદ્રન નામનો 21 વર્ષનો યુવક કોઈમ્બતુરનો રહેવાસી છે.તેણે યુક્રેનની સેના જોઈન કરી છે.ભારતીય અધિકારીઓએ હવે આ બાબતે તેના માતા પિતા સાથે પૂછપરછ પણ કરી છે.આ દરમિયાન ખબર પડી હતી કે, યુવક ભારતીય સેનામાં જોડાવા માટે પરીક્ષા પણ આપી ચુકયો હતો.
2018માં તે યુક્રેનના ખારકીવમાં નેશનલ એરોસ્પેસ યુનિવર્સિટીમાં ભણવા માટે ગયો હતો.તેનો કોર્સ જુલાઈ 2022માં પૂરો થવાનો હતો.ા દરમિયાનમાં યુધ્ધ શરુ થઈ જતા પરિવારજનોનો સેનિકેશ સાથે સંપર્ક તુટી ગયો હતો.દૂતાવાસની મદદથી જ્યારે તેની સાથે વાતચીત થઈ ત્યારે તેણે યુક્રેનની સેનામાં જોડાવા અંગેની જાણકારી માતા પિતાને આપી હતી.