રશિયા હવે અમિત્ર દેશોને રૂબલ લઈને ગેસ વેચશે
મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલું છે અને આ યુદ્ધ હજુ પણ બંધ નથી થઈ રહ્યું. આ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક જાહેરાત કરી છે. પુતિને જણાવ્યું કે, રશિયા હવે અમિત્ર દેશોને રૂબલ લઈને ગેસ વેચશે, જેમાં યુરોપીય સંઘના બધા સભ્યો સામેલ હતા. પુતિને જણાવ્યું કે, તેઓ હવે રશિયાની વિરુદ્ધમાં ઊભા રહેલા લોકોને ડોલર અને યુરોમાં ગેસ નહીં આપશે.
યુક્રેન પર આક્રમણ દરમિયાન તમામ દેશોએ રશિયન પ્રોપર્ટીને સીઝ કરી દીધી છે. તેના જવાબમાં પુતિને આ પગલું ભર્યું છે અને કહ્યું કે, સબંધિત દેશોએ તેમના વિશ્વવાસ તોડ્યો છે.
યુરોપના કુલ વપરાશમાં રશિયન ગેસનો હિસ્સો લગભગ ૪૦% છે, અને આ વર્ષે અત્યાર સુધીમાં રશિયામાંથી ઈયુગેસની આયાત ૨૦૦ મિલિયનથી ૮૦૦ મિલિયન યુરો (૮૮૦ મિલિયન ડોલર)નો ઉતાર-ચઢાવ આવ્યો છે. કરન્સીમાં ફેરફારના કારણે વ્યાપારમાં હલચલ સર્જાય શકે તેવી શક્યતા છે. બુધવારે જ કેટલાક યુરોપિયન અને બ્રિટિશ જથ્થાબંધ ગેસના ભાવમાં લગભગ ૧૫-૨૦%નો વધારો થયો હતો.
પુતિને જણાવ્યું કે, સરકાર અને કેન્દ્રીય બેંકને એ જાણવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે કે, આવનારા ચલણને રશિયન ચલણ રૂબલમાં કેવી રીતે રૂપાંતરિત કરવું. હવે ગેસ કંપનીને પણ કોન્ટ્રાક્ટમાં સંબંધિત ફેરફારો કરવાનો આદેશ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, ૨૪ ફેબ્રુઆરીથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલું છે. રશિયાએ યુક્રેનમાં તેની કાર્યવાહીને ‘ખાસ લશ્કરી અભિયાન’ ગણાવ્યું છે. યુક્રેન અને તેના પશ્ચિમી સાથીઓ તેને રશિયા દ્વારા યુદ્ધ માટેનું નિરાધાર બહાનું ગણાવી રહ્યા છે. યુક્રેનના સમર્થનમાં અમેરિકા સહિત નાટો અને યુરોપિયન યુનિયનના દેશોએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે અને પશ્ચિમી કંપનીઓએ હુમલો કરનાર દેશમાં તેમનો કારોબાર બંધ કરી દીધો છે.SSS