Western Times News

Gujarati News

રશ્મિકા મંદાનાએ બાળકોને પૈસા ના આપતા લોકો ભડક્યા

મુંબઈ, અભિનેત્રી રશ્મિકા મંદાના હાલ ફિલ્મ પુષ્પા ધઃ રાઈઝના કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રશ્મિકાએ અલ્લુ અર્જૂન સાથે કામ કર્યું છે જેમાં બંનેની કેમિસ્ટ્રી લોકોને ખુબ ગમી છે. સોમવારે રશ્મિકા મુંબઈમાં જાેવા મળી. જેનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં કઈંક એવું જાેવા મળ્યું કે જેને જાેયા પછી લોકોએ રશ્મિકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે રશ્મિકા એક રેસ્ટોરાની બહાર નીકળે છે તો કેટલાક બાળકો તેને ઘેરી લે છે. તેઓ રશ્મિકા પાસે પૈસા માંગે છે પરંતુ રશ્મિકા ધ્યાન આપતી નથી. તે પાપારાઝી સામે પોઝ આપીને પોતાની કારમાં બેસી જાય છે. ત્યારબાદ એક અન્ય બાળકી ત્યાં આવે છે જે રશ્મિકાને કહે છે, દીદી કઈક પૈસા આપો ભોજન કરવું છે.

પરંતુ રશ્મિકા તેને પૈસા આપતી નથી અને ત્યાંથી રવાના થઈ જાય છે. કેટલાક લોકોને રશ્મિકાનું આ વર્તન જરાય ગમ્યું નથી. લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. લોકોનું કહેવું છે કે રશ્મિકાએ તે ગરીબ બાળકોને મદદ કરવી જાેઈતી હતી. કઈક પૈસા આપી દીધા હોત તો તેનું શું બગડી ગયું હોત. વીડિયો પર કમેન્ટ કરતા એક યૂઝરે લખ્યું કે મૂડ ઓફ થઈ ગયો આ જાેઈને.

બીજાએ લખ્યું કે બાળકને કઈંક ખાવાનું આપી દીધુ હોત તો શું થઈ જાત. એક અન્ય યૂઝરે લખ્યું કે પૈસાની અમીર પરંતુ દિલના ગરીબ છે આ લોકો. કોઈએ કમેન્ટ કરી કે બાળકો માટે ખુબ ખરાબ લાગી રહ્યું છે. કમ સે કમ ૧૦૦ રૂપિયા આપી દીધા હોત. આમ લોકો રશ્મિકાને ખુબ ખરીખોટી સંભળાવી રહ્યા છે.

ફિલ્મ પુષ્પા ધઃ રાઈઝમાં રશ્મિકાએ શ્રીવલ્લીની ભૂમિકા ભજવી છે. જેને લોકોએ ખુબ પસંદ કરી છે. મૂવીએ દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ ખુબ કમાણી કરી છે.

બહુ જલદી આ ફિલ્મની સિક્વલ આવશે. ફિલ્મ પુષ્પા ધઃ રાઈઝ’ બાદ રશ્મિકા મંદાનાની લોકપ્રિયતા જાેતા અનેક બોલીવુડ મેકર્સે તેને પોતાની ફિલ્મ માટે ઓફર્સ આપી છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘મિશન મજનૂ’ માં જાેવા મળશે. જેનું દિગ્દર્શન શાંતનુ બાગચી કરી રહ્યા છે. કહેવાય છે કે રશ્મિકા ગુડબાય ફિલ્મનો પણ ભાગ છે જેમાં તે અમિતાભ બચ્ચન સાથે જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.