Western Times News

Gujarati News

પુષ્ષા ફિલ્મની અભિનેત્રી રશ્મિકા મંદાના લાઈવ ઈવેન્ટમાં ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની

મુંબઈ, દક્ષિણની ખુબ જ જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સફળતા બાદ ખુબ જ મોટો ચહેરો બની ગઈ છે. રશ્મિકાની ખુબ ફેન ફોલોઈંગ છે. આ ઉપરાંત તે નેશનલ ક્રશ તરીકે પણ જાણીતી છે. દક્ષિણ ભારતની આ ટોપ અભિનેત્રીની અનેક ફિલ્મો ૧૦૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.

પુષ્પા ફિલ્મ બાદ રશ્મિકા એટલી હાઈલાઈટ થઈ ચૂકી છે કે તેના વિશે જે પણ ખબરો સામે આવે છે તે વાયરલ થઈ જાય છે. હાલમાં જ પુષ્પા હિટ ગયા બાદ રશ્મિકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લાઈવ ઈવેન્ટમાં ઉપ્સ મૂમેન્ટનો ભોગ બને છે. વાત જાણે એમ છે કે આ વીડિયો થોડા સમય પહેલાનો છે જ્યારે તે એક ઈવેન્ટમાં યલ્લો કલરની શર્ટ લુક સ્ટાઈલ શોર્ટ ડ્રેસમાં જાેવા મળી.

તે ખુબ સુંદર લાગી રહી હતી. એક ઈવેન્ટમાં વારંવાર પોતાનો ડ્રેસ સરખો કરતી જાેવા મળી હતી. રશ્મિકા એક સોફા પર બેઠી હતી પરંતુ જેવી તેણે પોતાના પગની પોઝિશન બદલી કે તે ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની. આ પળના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જાે કે આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ અભિનેત્રી ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની હોય. આ અગાઉ પણ અનેક અભિનેત્રીઓ જાણે અજાણ્યે પોતાના કપડાંના કારણે લોકો સામે શરમિંદગીનો ભોગ બની છે. અત્રે જણાવવાનું કે પુષ્પાની અપાર સફળતા બાદ રશ્મિકાએ તેની સિક્વલ માટે ફી વધારી દીધી છે. કથિત રીતે આ ફિલ્મ માટે રશ્મિકાએ ૨ કરોડ લીધા હતા અને સેકન્ડ પાર્ટ માટે તેણે ૩ કરોડની માગણી કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.