Western Times News

Gujarati News

રશ્મિ સાથેની લડાઈમાં દેવોલીના સિદ્ધાર્થને વચ્ચે લાવી

મુંબઈ, બિગ બોસની અત્યારે ૧૫મી સીઝન ચાલી રહી છે. સીઝન જેમ ફિનાલે નજીક જઈ રહી છે તેમ તેમ ઘરમાં ધમાસણ વધી રહી છે. તાજેતરમાં જ રશ્મિ દેસાઈ, દેવોલીના ભટ્ટાચાર્જી સહિત નવા કન્ટેસ્ટન્ટ્‌સને શામેલ કરવામાં આવ્યા. રશ્મિ દેસાઈ અને દેવોલીના ભટ્ટાચાર્જી વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહે છે.

પરંતુ લેટેસ્ટ એપિસોડમાં કંઈ એવુ થયું જે જાેઈને સિદ્ધાર્થ શુક્લાના ફેન્સ રોષે ભરાયા હતા અને સોશિયલ મીડિયા પર દેવોલીનાનો ક્લાસ લીધો છે. પાછલા થોડા સમયથી રશ્મિ અને દેવોલીના વચ્ચે ઘણી લડાઈ થઈ રહી છે. તેઓ એકબીજાને જાતજાતના નામથી બોલાવી રહ્યા છે અને વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ હતી.

પરંતુ લેટેસ્ટ એપિસોડમાં જ્યારે રશ્મિ દેસાઈ અને દેવોલીના વચ્ચે લડાઈ થઈ તો દેવોલીનાએ દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નામ લીધું. દેવોલીનાએ કહ્યું કે રશ્મિએ કઈ રીતે બિગ બોસ ૧૩ દરમિયાન સિદ્ધાર્થ શુક્લાને ટાર્ગેટ કર્યો હતો. અને હવે તની સાથે તેવી જ હરકત કરી રહી છે. દેવોલીનાએ રશ્મિને કહ્યું કે, તુ આવી હરકતોથી બહાર આવ. તુ જે ગંદકી કરી ચૂકી છે તે મારી સાથે ના કર.

એક સાથે કરી લીધું અને હવે મારી સાથે કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. દેવોલીનાની આ વાતો સાંભળીને રશ્મિ દેસાઈનું દિલ તૂટી જાય છે. તે શમિતાને કહે છે કે, દેવોલીનાએ આમ ના કરવું જાેઈએ કારણકે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી.

રશ્મિએ ફરિયાદ કરી કે ૧૩મી સીઝન દરમિયાન પણ દેવોલીનાએ એવી વાતો કહી હતી અને હવે તેણે ફરીથી કેમેરા પર આ બધી વાતો ના કહેવી જાેઈએ. નોંધનીય છે કે દેવોલીનાએ લડાઈમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ લેતા તેના ફેન્સ ઘણાં નારાજ થયા છે. રોષે ભરાયેલા ફેન્સે દેવોલીનાનો ક્લાસ લઈ લીધો છે.

એક યુઝરે લખ્યું છે કે, સિદ્ધાર્થ શુક્લા આજે દુનિયામાં પણ નથી, તો પણ દેવોલીના ભટ્ટાચાર્જીએ પોતાની ગેમ માટે તેનું નામ લીધું. આ સાથે યુઝર્સે સલમાન ખાનને ટેગ કરીને માંગ કરી છે કે વીકેન્ડ કા વાર એપિસોડમાં તેને આ બાબતે ટકોર કરવામાં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.