રસાકસી બાદ કોલકાતાએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું

દુબઈ, આઈપીએલ ૨૦૨૧ની ૪૯મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદની ટીમે ટોસ જીતીન પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. હૈદરાબાદની ટીમ કોલકાતાના બોલર્સ આગળ ઘૂંટણિયે બેસી ગઈ હતી. ૨૦ ઓવરના અંતે હૈદરાબાદની ટીમે ૮ વિકેટના નુકસાન પર ૧૧૫ રન બનાવ્યા હતા.
જાે કે, સ્કોર ઓછો હોવા છતાં પણ કોલકાતાની ટીમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અને ભારે રસાકસી બાદ કોલકાતાની જીત થઈ હતી. કોલકાતાની ટીમે ૧૯.૪ ઓવરમાં ૧૧૯ રન બનાવીને મેચ ૬ વિકેટથી જીતી લીધી હતી. આ જીત સાથે પ્લે ઓફનું સંગ્રામ વધારે રોમાંચક બની ગયો છે.
હૈદરાબાદની હાર બાદ મુંબઈ માટે પ્લે ઓફનો માર્ગ કપરો બની ગયો છે. કોલકાતા તરફથી શુભમન ગિલે ૫૧ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદથી ૫૭ રનોની શાનદાર ઈનિંગ રમી હતી. પણ વેંકટેશ ઐય્યર માત્ર ૮ રન બનાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠી પણ ૭ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
નીતિશ રાણાએ ૩૩ બોલમાં ૨૫ રન બનાવ્યા હતા. તો દિનેશ કાર્તિકે ૧૮ રન અને ઈઓન મોર્ગને ૨ રન બનાવ્યા હતા. આ સાથે દિનેશ કાર્તિકે આઈપીએલમાં પોતાના ૪૦૦૦ રન પૂરા કરી લીધા છે. કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર્સે આજે પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડતાં સનરાઈઝર્સ હૈદરાબાદને ૮ વિકેટ પર ૧૧૫ રને જ રોકી દીધું હતું.
સનરાઈઝર્સના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો, જે ખોટો સાબિત થયો હતો. હૈદરાબાદની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. ઓપનિંગ બેટ્સમેન રોય ૧૦ રન બનાવીને તો સાહા ૦ રને આઉટ થયો હતો. વિલિયમસન ૨૬ રન તો પ્રિયમ ગર્ગે ૨૧ રન બનાવ્યા હતા. જે બાદ અભિષેક શર્માએ ૬, અબ્દુલ સમદે ૨૫, હોલ્ડરે ૨, રશિદ ખાને ૮, ભુવનેશ્વર અને કૌલે ૭-૭ રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી સાઉદી, શિવમ મવી અને ચક્રવર્તીએ ૨-૨ વિકેટ ઝડપી હતી.SSS