Western Times News

Gujarati News

રસીકરણની નોંધણીમાં મદદ કરવા NCCના સ્વયંસેવકો આવ્યા

ગુજરાત NCC નિદેશાલયે NCC યોગદાન કવાયતના બીજા તબક્કાનો આરંભ કર્યો

અમદાવાદ,  દેશમાં એપ્રિલ 2021માં શરૂ થયેલા કોવિડ-19 મહામારીના બીજા ચરણના કારણે સમગ્ર સરકારી વ્યવસ્થાતંત્ર સમક્ષ આ રોગચાળાના ઉપદ્રવના પ્રારંભિક ચરણની સરખામણીએ સંખ્યાબંધ પડકારો આવ્યા છે. બીજા ચરણના હુમલાના કારણે આરોગ્ય વિભાગ ખૂબ જ તણાવ હેઠળ આવી ગયો હતો.

મે મહિના દરમિયાન ગુજરાતના આરોગ્ય આયુક્તાલય, તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને સંશોધન દ્વારા આરોગ્ય મંત્રાલયના પ્રયાસોમાં વૃદ્ધિ કરવા માટે સ્વેચ્છાએ NCC કેડેટની નિયુક્તિ કરવાના સંદર્ભમાં ગુજરાત NCC નિદેશાલયનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પડકારજનક સ્થિતિ હોવા છતાં પણ, ગુજરાત NCC નિદેશાલયના સંખ્યાબંધ કેડેટ સમાજ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ નિઃસ્વાર્થ સેવાકાર્યમાં સ્વેચ્છાએ જોડાયા હતા.

NCC મહાનિદેશક પાસેથી મંજૂરી પ્રાપ્ત થયા પછી 35 ગુજરાત બટાલિયન NCCના પંદર સ્વયંસેવક કેડેટને જરૂરી તકેદારીઓ અને કોવિડ-19 પ્રોટોકોલના પાલન સાથે, 16 જૂન 2021થી બનાસકાંઠા જિલ્લા ખાતે પાલનપુર, દાંતીવાડા અને ડીસાના તાલુકાઓમાં જિલ્લા આરોગ્ય સત્તામંડળની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. એસ.એમ. દેવે આ પગલાંની ખૂબ જ પ્રશંસા કરી હતી અને વ્યક્તિગત રીતે આ તમામ કેડેટ સાથે સંવાદ કર્યો હતો. સંબંધિત તાલુકાઓના તાલુકા આરોગ્ય અધિકારીઓએ કેડેટ્સને તેમની આગામી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. તેમને 18-44 વર્ષના વયજૂથના લોકોના રસીકરણની નોંધણીમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સ્વયંસેવકોના આ પ્રયાસોને નાગરિકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.