રસીકરણ અભિયાન હેઠળ ૩૨ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ: અરજી દાખલ

Files Photo
નવીદિલ્હી ઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં કોવિડથી સંબંધિત અલગ અલગ અરજીઓ પર સુનાવણી જારી છે આ સંબંધમાં આજે સુપ્રીમ કોર્ટમાં એક વધુ અરજી દાખલ કરવામાં આવી છે જે દાવો કરે છે કે રસીકરણ અભિયાનમાં ૩૨ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.
આ અરજી વકીલ દીપક આનંદ મસીહ તરફથી દાખલ કરવામાં આવી છે અરજીમાં કોરોનાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારની નીતિઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે અરજીકર્તાએ કહ્યું કે પશ્ચિમી દેશોમાં કોરોનાની વેકસીન તૈયાર કરી લેવામાં આવી હતી પરંતુ તેનો ખર્ચ અને કીમત ૧૫૦-૨૦૦ રૂપિયાથી વધુ નથી
જયારે દેશમાં આ વેકસીન સામાન્ય લોકોને ૬૦૦ રૂપિયા સુધીમાં મળી રહી છે હવે જયારે ૧૮ વર્ષથી વધુ ઉમરના લોકોને વેકસીન લગાવવાની છે તો કીમત પણ વધી ગઇ છે.એક અનુમાન અનુસાર તમામ ૮૦ કરોડ લોકોને રસીનો ખુરાક લગાવવાનો છે
આવામાં રસીની કીમતના હિસાબ લગાવવામાં આવે તે ૩૨ હજાર કરોડ રૂપિયાનું કોભાંડ સામે આવે છે. અરજીકર્તાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ નેશનલ સાઇટિફિક કોર્સ તો બનાવી દીધુ પરંતુ ફેબ્રુઆરી માર્ચમાં તેની એક પણ બેઠક કરી નહીં આવું એટલા માટે કે કેટલાક રાજયોમાં વિધાનસભા ચુંટણી જારી હતી.