રસીકરણ મામલે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યું
અમદાવાદ, ગુજરાતમાં બાળકોનું વેક્સિનેશન કાર્યક્રમ પૂરજાેશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં ૧૫થી ૧૮ વર્ષના વયના બાળકોએ વેક્સિનેશનના પહેલા જ દિવસે કુલ ૫.૩૪ લાખ વિદ્યાર્થીઓને કોવિડ ૧૯ સામે રોગપ્રતિકારક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કિશોરવયના બાળકો માટે ૯ જાન્યુઆરી સુધી રસીકરણની ડ્રાઈવ ચાલશે.
૭મી જાન્યુઆરીએ મેગા ડ્રાઈવ થતી જે કિશોરો શાળા કે કોલેજમાં જતા નથી અથવા તો વેક્સિન માટે ઉપલબ્ધ થયા નથી તેમને ઘરે જઈને પહેલો ડોઝ આપવાનું આયોજન છે. ત્યારબાદ ૧૦ જાન્યુઆરીથી સિનિયર સિટિઝન સહિત કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઈન વર્કરોને ત્રીજાે ડોઝ આપવા અભિયાન શરૂ થશે.
રસી મળવાના કારણે હવે બાળકો પણ સુરક્ષિત થશે તેના કારણે આગામી સમયમાં કોરોનાનો ભય ઘટશે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ગુજરાતમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને રસીકરણના પ્રથમ દિવસે જ ૫.૩૪ લાખ ડોઝ નિઃશુલ્ક આપી કોરોના સામે કવચ પૂરું પાડવા બદલ વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર.
આ કાર્યને સફળતા પૂર્વક પાર પાડવા બદલ તમામ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને અભિનંદન. અત્રે નોંધનીય છે કે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર પાસેના કોબા પાસેની શાળામાંથી ગુજરાતમાં તેનો શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાતમાં કિશોરવયના ૩૬ લાખ બાળકો છે. એ તમામને એક જ અઠવાડિયામાં વેક્સિનેટેડ કરવા રાજ્યનું આરોગ્ય તંત્ર સજ્જ છે. દેશભરમાં કિશોરોના રસીકરણના પહેલા દિવસે સોમવારે કુલ ૪૨ લાખ કિશોરોને રસી આપવામાં આવી હતી. સૌથી વધુ ૭.૫ લાખ કિશોરોને મધ્ય પ્રદેશમાં રસી અપાઈ હતી.
જ્યારે ૫.૫૦ લાખ સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. દેશમાં ૭.૪ કરોડ વસ્તી ૧૫થી ૧૮ વર્ષની વયના કિશોરોની છે. જાે આ જ ગતિએ રસીકરણ જારી રહેશે તો માત્ર ૧૮ દિવસમાં આ વયજૂથના તમામ લોકોને પ્રથમ ડોઝ મળી જશે. કોરોના સામેના રસીકરણને ૧૬મી જાન્યુઆરીએ એક વર્ષ પૂર્ણ થશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં વેક્સિનની પાત્રતા ધરાવતા ૧૮ વર્ષથી ઉપરના વયના ૪.૨૮ કરોડથી વધુ નાગરિકોને રસી મળી ચૂકી છે. સોમવારે ગુજરાતમાં કુલ વેક્સિનેશનના ડોઝની સંખ્યા ૯ કરોડને પાસ થઈ ચૂકી હતી. જેમાં માત્ર ૪.૯૪ લાખ તો ૧૮ વર્ષથી નીચે ૧૫ વર્ષ સુધીના કિશોરોની હતી. ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરના વયમાં કુલ ૪.૯૩ કરોડથી વધુ નાગરીકો વેક્સિનેશનની પાત્રતા ધરાવે છે. જેમાંથી અઢી કરોડ ઉપરાંત નાગરીકોને રસીના બન્ને ડોઝ મળી ચૂક્યા છે.SSS