Western Times News

Gujarati News

રસીના મામલે રાજકારણ: દેશી કોવેક્સિનમાં ખાલી પાણી નથી રેડાયું : કૃષ્ણ ઈલા

નવી દિલ્હી: ભારતમાં કટોકટીમાં ઉપયોગ માટે કોરોનાવાયરસ વિરુદ્ધ બે રસીઓને મંજૂરી આપવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. દરમિયાન હૈદરાબાદમાં ઇન્ડિયા બાયોટેક (ભારત બાયોટેક)ના સીએમડી કૃષ્ણ ઇલાનું દર્દ સામે આવ્યું છે. કેટલીક કંપનીઓની વેક્સીનને પાણી કહેવા માટે તેઓ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે કોઈએ અમારી રસીના ટ્રાયલ પર સવાલ ન ઉઠાવે. કોવેક્સિન એ બેકઅપ નથી. તેમણે કહ્યું. કેટલાક લોકો દ્વારા આ રસીના મામલે રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

જે દુર્ભાગ્યપૂર્ણ છે તેનું રાજકારણ ન થવું જાેઈએ. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાનું નામ લીધા વિના કૃષ્ણા ઇલાએ કહ્યું, અમે ૨૦૦ ટકા પ્રામાણિક ક્લિનિકલ ટ્રાયલ કરીએ છીએ અને તેમ છતાં અમારા વિશે ખોટી પ્રતિક્રિયા મળે છે. જાે હું ખોટો હોઉં તો મને કહો. કેટલીક કંપનીઓએ અમારી રસીને પાણી ગણાવ્યું છે. હું તેને નકારવા માગું છું.

અમે વૈજ્ઞાનિક છીએ. અમારી ટ્રાયલ પર ખોટા સવાલ ન ઉઠાવો. હકીકતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ રવિવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોના સામે માત્ર ત્રણ રસીઓ અસરકારક છે- ફાઇઝર, મોડર્ના અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા જ્યારે બાકીની રસીઓ માત્ર પાણીની જેમ સુરક્ષિત છે. કૃષ્ણા ઇલ્લાએ જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપે યુકેની એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડ રસીના ટેસ્ટ ડેટાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે સ્પષ્ટ નહોતું પરંતુ કોઈ ઓક્સફર્ડ રસીના ડેટા પર સવાલ ઉઠાવી રહ્યું ન હતું.

કૃષ્ણ ઇલાએ જણાવ્યું હતું કે, સુરક્ષિત અને અસરકારક રસી ઉત્પાદનનો અમારો રેકોર્ડ રહ્યો છે. રસીના તમામ ડેટા પારદર્શક છે. ભારત બાયોટેકના ચેરમેન કૃષ્ણા ઇલાએ જણાવ્યું હતું કે, રસીના પૂરતા આંકડા જાહેર થઈ ચૂક્યા છે. લોકો માટે ડેટા ઓનલાઇન અસ્તિત્વ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, આ રસીને એટલા માટે નિશાન બનાવવામાં આવી રહી છે કારણ કે તે ભારતીય કંપનીની પ્રોડક્ટ છે. ઉદ્યોગના નિષ્ણાતો અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ કોવેક્સિનની મંજૂરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને પરીક્ષણના ત્રીજા તબક્કાનો ડેટા ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.