Western Times News

Gujarati News

રસીની કિંમત પર કેન્દ્ર ફરી વાતચીત કરે તેવી શક્યતાઓ

પ્રતિ ડોઝની સંશોધિત ખરીદ કિંમત નવી પ્રણાલી હેઠળ નક્કી કરવાની રુપરેખાને કેન્દ્ર અંતિમ રુપ આપી રહ્યું છે

નવી દિલ્લી: કોરોના સંક્રમણની વિરુદ્ધ જારી રસીકરણ નીતિમાં ફેરફારની સાથે કેન્દ્ર સરકાર ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડની કિંમતો પર ફરી વાતચીત કરી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યુ કે પ્રતિ ડોઝની સંશોધિત ખરીદ કિંમત નવી પ્રણાલી હેઠળ હજું નક્કી કરવામાં આવશે. અધિકારીએ કહ્યુ કે કેન્દ્ર કિંમત નક્કી કરવાની રુપરેખાને અંતિમ રુપ આપી રહી છે.

જ્યારે કેન્દ્રએ જાન્યુઆરીમાં રસીકરણ શરુ કર્યુ તો તેમણે કોવિશીલ્ડના ૧ કરોડ ૧૦ લાખ ડોઝ ૨૦૦ રુપિયામાં અને કોવેક્સીનના લગભગ ૫૫ લાખ ડોઝ ૨૦૬ રુપિયામાં ખરીદ્યા. જાે કે બાદમાં તેની કિંમત ઘટાડીને ૧૫૦ રુપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી છે. એપ્રિલમાં નક્કી ખાનગી હોસ્પિટલોને સરકારના માધ્યમથી રસી ખરીદવી પડતી હતી. કેન્દ્ર બન્ને રસી પ્રતિ ડોઝ કિંમત ૨૫૦ રુપિયામાં તેમને વેચી રહ્યુ હતુ. જ્યારે ૧૮થી ૪૪ વર્ષના લોકો માટે રસીકરણ શરુ થયું તો કેન્દ્રના ખરીદ મુલ્યમાં કોઈ ફેરફાર નથી આવ્યો. સ્વાસ્થ્ય મંત્રાલયે ૨૪ એપ્રિલે ટ્‌વીટ કરી, ‘ભારત સરકાર દ્વારા ખરીદવામાં આવી રહેલા બન્ને રસીની કિંમત ૧૫૦ રુપિયા પ્રતિ ડોઝ છે.

એપ્રિલમાં નિર્માતાઓએ રાજ્યો અને ખાનગી હોસ્પિટલો માટે કિંમત નક્કી કરવાની પરવાનગી આપી હતી. સીરમ અને ભારત બાયોટેકે શરુઆતમાં રાજ્યો માટે રસીની કિંમત ક્રમશઃ ૪૦૦થી ૬૦૦ રુપિયા અને ખાનગી હોસ્પિટલો માટે ક્રમશઃ ૬૦૦થી ૧૨૦૦ રુપિયા રાખી હતી. કિંમતો પર ઉઠતા સવાલ અને વિવાદ બાદ રાજ્યો માટે ખરીદ કિંમતને ઘટાડી દેવાઈ હતી.

એ બાદ કોવિશીલ્ડના પ્રતિ ડોઝ કિંમત ૩૦૦ રુપિયા અને કોવેક્સિનની કિંમત ૪૦૦ રુપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી. ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે દેશમાં બની રહેલી રસીમાંથી ૨૫ ટકા ખાનગી ક્ષેત્ર સીધી મેળવી શકે છે. આ વ્યવસ્થા જારી રહેશે. ખાનગી હોસ્પિટલની નિર્ધારિત કિંમત ઉપરાંત એક ડોઝ પર મહત્તમ ૧૫૦ રુપિયા જ સેવા ફી લઈ શકાશે. આના પર નજર રાખવાનું કામ રાજ્ય સરકારોની પાસે રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.