રસીનો ઈનકાર કરનારા ૧૪૦૦૦ કર્મીની હકાલપટ્ટી

ન્યૂયોર્ક, કોરોનાને રોકવા માટે વેક્સીન અસરકારક હથિયાર છે તેવુ નિષ્ણાતો પહેલેથી જ કહી રહ્યા છે. આમ છતા કેટલાક લોકો વેક્સીન લગાવવા નથી માંગતા. તેમને કોઈને કોઈ કારણસર કોરોના વેક્સીન પર શંકા છે.
અમેરિકામાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ન્યૂયોર્ક સ્ટેટના નોર્થવેલ હેલ્થ નામની કંપનીએ પોતાના ૧૪૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા છે. આ કર્મચારીઓ એવા છે જેમણે રસી મુકવાની ના પાડી દીધી હતી. આ કંપની હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડ કરે છે અને તેમાં ૭૬૦૦૦ કર્મચારીઓ કામ કરે છે.
જેમને કાઢી મુકાયા છે તે સિવાયના કર્મચારીઓને રસી મુકાઈ ગઈ છે. જાેકે ૧૪૦૦૦ કર્મચારીઓએ રસી લેવાની ના પાડી દીધી હતી. કંપનીનુ કહેવુ છે કે, અમારો હેતુ હતો કે તમામ કર્મચારીઓ રસી લે. જે કર્મચારીઓએ રસી લેવાની ના પાડી હતી તેમના માટે અમારી પાસે બીજાે કોઈ વિકલ્પ ન હતો.SSS