રસીનો જથ્થો આવતાં કેંદ્રોની બહાર ભીડ ઓછી થશે
અમદાવાદ: સતત ૧૧મા દિવસે શહેરના નવા પશ્ચિમ વિસ્તારોમાં આવેલા રસીકરણ કેંદ્રોની બહાર લાંબી-લાંબી કતારો જાેવા મળી હતી. ૧૩૮ રસીકરણ કેંદ્રો શરૂ કરવામાં આવ્યા છે જેમાંથી ચાલુ હોય તેવા કેંદ્રોની સંખ્યામાં નજીવો વધારો શુક્રવારે જાેવા મળ્યો હતો.
શુક્રવારે કુલ ૨૬,૫૪૪ અમદાવાદીઓએ કોરોનાની રસી લીધી હતી. શહેરના દક્ષિણ, પૂર્વ અને મધ્ય મ્યુનિસિપલ ઝોનમાં ૧૭થી૨૪ રસીકરણ કેંદ્રો એવા હતા જ્યાં રસીના ૨૪થી ૧૫૦ ડોઝ આપી શકાયા હતા. જાેકે, ઘણાં સેન્ટરો કે જ્યાં છેલ્લા પાંચ દિવસથી પ્રતિદિન ૧૦૦ લોકોને રસી આપવાનું નક્કી કરાયું હતું ત્યાં શુક્રવારે સ્થિતિ સુધરી હતી. શુક્રવારે અહીં ૨૫૦થી ૪૫૦ લોકોને રસી અપાઈ હતી.
પાલડી સ્થિત ટાગોર હોલમાં છેલ્લા પાંચ દિવસથી પ્રતિદિન ૪૦૦ જેટલા લોકોને રસી અપાતી હતી ત્યાં શુક્રવારે ૯૪૬ લોકોને ડોઝ અપાયો હતો, જે પરિસ્થિતિમાં થયેલો સુધારો સૂચવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ સ્વીકાર્યું કે, શહેરના દક્ષિણ અને પૂર્વ ઝોનમાં રસીનો ઓછો જથ્થો આપવામાં આવ્યો હતો. શારદાબેન, અને ફજી જેવી હોસ્પિટલોમાં રસીકરણ સુધર્યું નથી.
“આગામી ત્રણ દિવસ સુધી પ્રતિદિન ૨૫,૦૦૦ રસીનો ફિક્સ ક્વોટા આપણને રાજ્ય સરકાર તરફથી મળવાનો છે અને ત્યાર બાદ ક્વોટામાં પ્રતિદિન ૨,૦૦૦ વેક્સીનનો વધારો થશે તેવી અપેક્ષા છે. અમે ધીમે-ધીમે લગભગ સોમવાર સુધીમાં રસીકરણ કેંદ્રોની સંખ્યા વધારીને ૧૮૦ કરી દઈશું તેમ છસ્ઝ્રના સિનિયર હેલ્થ ઓફિસરે જણાવ્યું.
છેલ્લા કેટલાક દિવસથી ધક્કા ખાતાં નાગરિકોને હવે રસી મળી રહી છે. ઉમા ભટ્ટ નામના શહેરીજને કહ્યું, “હું અને મારા પતિ છેલ્લા બે દિવસથી વિવિધ વેક્સીનેશન સેન્ટર પર ધક્કા ખાઈ આવ્યા છીએ. અમે સેન્ટર પહોંચતા ત્યારે સ્ટોક ખલાસ થઈ ગયો છે તેમ કહેવામાં આવતું હતું. જાે કે, આજે અમે સવારે ૬.૪૫ કલાકે ટાગોર હોલ ગયા હતા અને ત્યાં અમને રસી મળી ગઈ.