Western Times News

Gujarati News

રસી દ્વારા દેશમાં ઇકોસિસ્ટમ મજબૂત બનાવવામાં આવી છે

કોરોના રોગચાળાને ડામવા માટે માત્ર દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી, વિજ્ઞાન અને તકનીકી પ્રધાન હર્ષવર્ધનએ બુધવારે કહ્યું હતું કે, માંગને પહોંચી વળવા માટે સરકાર કોવિડ -૧૯ રસીના ઉત્પાદન અને વિતરણ માટે એક મજબૂત ઇકોસિસ્ટમની સ્થાપના કરી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન હર્ષ વર્ધનએ એમ પણ કહ્યું હતું કે વિશ્વ કોવિડ -૧૯ રસી વિકસાવવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે ભારત રસી વિકસાવવા અને તેના ઉત્પાદનમાં મોટા પાયે આર્ત્મનિભર બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડૉ. હર્ષવર્ધને વિજ્ઞાન અને તકનીકી વિભાગના સહયોગથી ફિક્કી દ્વારાઆયોજીત ડિજિટલ ગ્લોબલ આર એન્ડ ડી કોન્ફરન્સ ૨૦૨૦ને સંબોધન કરતા કહ્યું કે, વિશ્વની ડિસ્પેન્સરી તરીકે ઓળખાતા ભારત કોવિડ -૧૯ રસી ઉત્પન્ન કરવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે.

હર્ષવર્ધને કહ્યું, અમે હવે રસી ઉત્પાદન અને વિતરણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેથી આગામી દિવસોમાં અમારી માંગ પૂરી થઈ શકે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે અનેક રાજ્યોમાં કોરોનાવાયરસ ચેપના કેસોમાં ફરી વેગ આવ્યા બાદ નવી માર્ગદર્શિકા જારી કરી હતી. કોરોના રોગચાળાના ફેલાવાને રોકવા માટે બહાર પાડવામાં આવેલી આ તાજી માર્ગદર્શિકા ૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. રાજ્યોને અહીંની પરિસ્થિતિ અનુસાર નાઈટ કર્ફ્‌યુ જેવા ર્નિણયો લેવાનો અધિકાર હશે, પરંતુ કેન્દ્રની પૂર્વ ચર્ચા કર્યા વિના તેઓ કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકડાઉનનો ર્નિણય લઈ શકશે નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.