રસી નહીં લીધી હોય અને હવે જાે કોરોના સંક્રમિત બન્યા તો સરકાર દવાનો ખર્ચ ઉઠાવશે નહિ

કોચ્ચી, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે જે લોકો કોવિડ નિવારણ પ્રવૃત્તિઓ એટ્લે કે રસીકરણ જેવા કાર્યોમાં સહકાર નથી આપી રહ્યા તેઓને ચેપના કિસ્સામાં મફત સારવાર આપવામાં આવશે નહીં.
વિજયને કહ્યું, “સરકાર રસી લીધા વિના બહાર ફરતા કોવિડ -૧૯ પોઝિટિવ લોકોની સારવારનો ખર્ચ ઉઠાવશે નહીં.”તેમણે કહ્યું કે જેઓ તેમની સ્વાસ્થ્યની સ્થિતિ અથવા એલર્જીને કારણે રસી લઈ શકતા નથી તેઓએ સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
“જે શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફ કે જેમણે એલર્જી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓને લીધે રસી ન અપાવી હોય તેઓએ સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર સબમિટ કરવું જાેઈએ. અન્ય લોકોએ સાત દિવસમાં એકવાર RT-PCR નેગેટિવ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આરટીપીસીઆર પરીક્ષણો માટેનો ખર્ચ વ્યક્તિઓએ પોતે જ ઉઠાવવી જાેઈએ, ”તેમણે કહ્યું.
મુખ્યમંત્રીએ કહ્યું કે આ ર્નિણય શાળાઓ અને કોલેજાેમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને તે ઓફિસોમાં કામ કરતા અને લોકો સાથે કમ્યુનિકેશન કરતા લોકોને લાગુ પડશે. વિજયને વહીવટીતંત્રને ઓમિક્રોન વેરિઅન્ટના ઉદભવની પૃષ્ઠભૂમિમાં સાવચેતી રાખવાનો નિર્દેશ આપ્યો છે. “વિદેશથી આવનારાઓની ટ્રાવેલ હિસ્ટ્રી સારી રીતે તપાસવી જાેઈએ અને પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું જાેઈએ,” તેમણે ઉમેર્યું.
કેરળમાં ૧લીથી ૧૫મી ડિસેમ્બર દરમિયાન ખાસ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. શાળાનો સમય યથાવત રહેશે અને વિકલાંગ બાળકોને શાળામાં જવા દેવામાં આવશે. કોવિડ-૧૯ માટેની તૈયારીઓની તપાસ કરવા માટેની સમીક્ષા બેઠકમાં, નવા કોવિડ-૧૯ પ્રકારને કારણે થતા ભયને કારણે વધુ છૂટછાટ નહીં આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.HS