રસી ન લીધી હોય એવા ૯૬ ટકા લોકો ઓક્સિજન ઉપર

મુંબઈ, કોરોનાના નવા કેસની ત્સુનામી આવી છે ત્યારે દેશમાં ફરી એકવાર ચિંતાનો માહોલ ઉભો થયો છે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો સાથે વાત કરીને તેમને બીજી લહેર જેવી સ્થિતિ ના સર્જાય તે માટે સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આવામાં હવે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ હળવો વધારો થયો છે. જાેકે, કોરોના આ વખતે પાછલી લહેરની જેમ હજુ સુધી ઘાતક સાબિત થયો નથી. આમ છતાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે.
મુંબઈના કમિશનર ઈક્બાલ ચહલે જણાવ્યું છે કે, વેક્સિનેશનના આંકડા અને વહીવટી તંત્રના આંકડા દર્શાવે છે કે હાલ ઓક્સિજન સપોર્ટ પર રહેલા ૧,૯૦૦ દર્દીઓમાંથી ૯૬% એવા છે કે જેમણે કોવિડ-૧૯ રસીનો એક પણ ડોઝ લીધો નથી.
જાેકે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે, પહેલી અને બીજી લહેર દરમિયાન જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેના કારણે લોકડાઉન અને નિયંત્રણો લાગુ કરવાનો વિચાર કરાયો હતો, પરંતુ ત્રીજી લહેરમાં આ અંગેનો ર્નિણય ત્યારે જ લેવાશે જાે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધશે કે પછી ઓક્સિજનની માંગમાં ભારે વધારો થશે.
કમિશનર ચહલે એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, મુંબઈની અલગ-અલગ ૧૮૬ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ પર દાખલ થયેલા દર્દીઓમાંથી ૯૬% દર્દીઓ એવા છે કે જેમણે રસીનો એક પણ ડોઝ લીધો નથી. આ સિવાય અમે જાેયું છે કે જેમણે રસી લીધી છે તેવા દર્દીઓ આઈસીયુ સુધી પહોંચી રહ્યા.
હજુ અમારી પાસે ૨૧ લાખ રસીના ડોઝ પડ્યા છે. હાલની સ્થિતિમાં રસીના બે ડોઝ વચ્ચે ૮૪ દિવસનું અંતર રાખવામાં આવ્યું છે. આજે પણ રસીકરણ મામલે અમારા આંકડા ભારતમાં શ્રેષ્ઠ છે.
કમિશનરે એમ પણ કહ્યું કે, જેમણે રસી નથી લીધી અને તેઓ કોરોનાથી સંક્રમિત થાય તો તેમણે આઈસીયુમાં જવાની જરુર પડી શકે છે.
મુંબઈમાં બીએમસી દ્વારા ૧ કરોડથી વધારે લોકોને રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે ૯૦ લાખ લોકોને રસીને પહેલો ડોઝ અપાઈ ચુક્યો છે.
કમિશનર ઈક્બાલ ચહલે એમ પણ જણાવ્યું છે કે, ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં ધસારો વધશે કે પછી ઓક્સિજનની વધારે જરુર પડશે તો જ લોકડાઉન કે પ્રતિબંધો લાગુ કરવા અંગે ર્નિણય લેવામાં આવશે. કોરોનાથી થતા મૃત્યુ અંગે ચહલે જણાવ્યું કે, મૃત્યુઆંક કાબૂમાં છે, પાછલા ૧૬ દિવસમાં ૧૯ લોકોના કોરોનાથી મોત થયા છે. હાલ મુંબઈમાં એક લાખ એક્ટિવ કેસ છે તેમ છતાં માત્ર ૧૦ ટન ઓક્સિજનની જરુર પડી છે.SSS