રસી શોધાય તે પહેલા કોરોના 20 લાખ લોકોને ભરખી જશેઃ WHO
જિનીવા, કોરોનાના કહેર સામે તેની રસી શોધવા માટે થઈ રહેલી મથામણ વચ્ચે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)દ્વારા એક ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે.
હાલમાં દુનિયામાં 150 જેટલી કોરોના વેક્સિનની રસી પર કામ ચાલી રહ્યુ છે ત્યારે WHOનુ કહેવુ છે કે, રસી શોધાય તે પહેલા કોરોના વાયરસ દુનિયામાં 20 લાખ લોકોને ભરખી જાય તેવી શક્યતા છે.WHOના ઈમરજન્સી પ્રોગ્રામના હેડ માઈક રાયનનુ કહેવુ છે કે, કોરોનાના ફેલાવા બાદ દુનિયામાં 10 લાખ લોકો મોતને ભેટી ચુક્યા છે.
તેમણે ચેતવણી આપતા કહ્યુ છે કે, યુરોપમાં કોરોનાનુ સંક્રમણ અને હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધી રહી છે અને આ રોગચાળાને કાબૂલમાં લેવો જ પડશે.વેક્સિન બનાવવા માટેના વિશ્વવ્યાપી પ્રોજેક્ટમાં ચીનને સામેલ કરવાની જરુર છે.જેથી દુનિયાને ઝડપથી વેક્સિન આપી શકાય.