Western Times News

Gujarati News

રસી Delta Variantની વિરુદ્ધ ઓછી પ્રભાવી લાગી રહી છે

Files Photo

ભવિષ્યમાં નવા પ્રકારના મ્યૂટેશન પણ જાેવા મળી શકે છે જેની વિરુદ્ધ વેક્સિનનો પ્રભાવ કદાચ વધુ ઓછો હોય શકે એવું પણ નિષ્ણાતનું અનુમાન

નવી દિલ્હી: હાલના સમયમાં દુનિયામાં ઉપલબ્ધ કોરોના વેક્સીન નવા ડેલ્ટા વેરિયન્ટની વિરુદ્ધ ઓછી પ્રભાવી લાગી રહી છે. આ વાત વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સંક્રામક રોગોના વિશેષજ્ઞે જણાવ્યું છે. વિશેષજ્ઞે એવું પણ કહ્યું છે કે ભવિષ્યમાં નવા પ્રકારના મ્યૂટેશન પણ જાેવા મળી શકે છે જેની વિરુદ્ધ વેક્સીનનો પ્રભાવ કદાચ વધુ ઓછો હોય. જાેકે હજુ પણ કોરોનાની વિરુદ્ધ વેક્સીનને સૌથી કારગર હથિયારના રુપમાં જાેવામાં આવે છે. ડેલ્ટા વેરિયન્ટ કે પછી મ્.૧.૬૧૭.૨ વેરિયન્ટને ભારતમાં કોરોનાની બીજી ભયાનક લહેર માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે. હવે આંકડાઓ મુજબ યૂનાઇટેડ કિંગડમમાં પણ ત્રીજા લહેરનો પ્રકોપ આ જ વેરિયન્ટના કારણે વધી રહ્યો છે.

હવે ડેલ્ટા વેરિયન્ટમાં મ્યૂટેશન બાદ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બને છે. ભારતમાં હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટે પણ પગ ફેલાવાનું શરૂ કરી દીધું છે. હાલ મહારાષ્ટ્ર અને કેરળમાં કોવિડ-૧૯ના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના અનેક કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ડેલ્ટા વેરિયન્ટના ૨૧ કેસ સામે આવ્યા છે. બીજી તરફ, કેરળમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ઓછામાં ઓછા ૩ કેસ સામે આવ્યા છે. આ પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સના વૈજ્ઞાનિકોએ પોતાની શોધના પ્રારંભિક રિપોર્ટ્‌સમાં જાણકારી આપી હતી

કોવિશીલ્ડ અને કોવેક્સીન કોરોના વાયરસના મ્.૧.૬૧૭.૨ વેરિયન્ટની વિરુદ્ધ થોડીક જ એન્ટીબોડી તૈયાર કરી રહી છે, પરંતુ તે વેક્સીન કોરોનાના અન્ય વેરિયન્ટ પર પ્રભાવી છે. અનેક પ્રયોગશાળા પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે ડેલ્ટા સંસ્કરણમાં અન્ય પ્રકારોની તુલનામાં વેક્સીન માટે મજબૂત પ્રતિરોધ છે. જૂન મહિનાની શરૂઆતમાં લેસેન્ટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક બ્રિટિશ અધ્યયને ડેલ્ટા, અલ્ફા (પહેલા બ્રિટનમાં સામે આવ્યો) અને બીટા (પહેલીવાર દક્ષિણ આફ્રિકામાં જાેવા મળ્યો) વેરિયન્ટના સંપર્કમાં આવનારી વેક્સીન લેનારા લોકોમાં બનેલી એન્ટીબોડીને નિષ્ક્રિય કરવાના સ્તરને ચેક કર્યું હતું.

કોરોના વાયરસના નવા સ્વરૂપોને લઈ વૈજ્ઞાનિક સતત એવા રિસર્ચ કરી રહ્યા છે કે વેક્સીન તેની વિરુદ્ધ કેટલી પ્રભાવી છે. ડેલ્ટા વેરિયન્ટ હાલ દુનિયાભરમાં ચિંતાનું કારણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.