પ્રસંગમાં મંજૂરી વિના ૫૦થી વધુ લગ્ન લોકો એકત્ર કરતા ચાર સામે ગુનો નોંધાયો
બે દિવસમાં માસ્ક વગરના ૨૨૦૦૦/- જેટલો દંડ વસૂલવામાં આવ્યો…
વિરપુર: વિરપુર તાલુકામાં ૫૦ થી વધારે ભેગા કરવામાં આવતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ વિરપુર તાલુકામાં ચૈત્ર અને વૈશાખમાં લગ્ન સીઝન પુર જોશમાં ચાલી રહી છે ત્યારે અત્યારથી ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સમાજમાં મોટાપાયે લગ્નોનું આયોજન કરવામાં આવે છે જેના કારણે બે ત્રણ દિવસ સુધી લોકો ટોળે વળીને આનંદપ્રમોદ પામતા હોય છે જેને કારણે સોશ્યલ ડીસ્ટન્સ સહિત માસ્કના નિયમોના ધજાગરા ઉડે છે
તેમજ લગ્ન સમારોહમાં અન્ય શહેરો અને સંક્રમિત મોટા શહેરોમાંથી લોકો આવતા હોય છે જેને કારણે પણ કોરોના સંક્રમણની ગતિ સતત વધવાની સંભાવના ત્યારે વિરપુર પોલીસે લગ્ન પ્રસંગને લઈને સતત ડ્રાઈવ ચાલુ કરી છે ત્યારે તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં વિરપુર પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં રસુલપુર ગામના કાળાભાઈ સુખાભાઈ ખાંટ, દાતલા ગામના રમણભાઈ કાળુભાઈ ખાંટ, દાતીયા ગામના શંભુભાઈ લક્ષ્મણભાઈ પરમાર, જોધપુર ગામનાા ડાહ્યાભાઈ હિરાભાઇ પરમાર નામના ધરે લગ્ન સમારોહમાં 50થી વધારે લોકોને આમંત્રિત કરવાામાં આવ્યા હતા લગ્ન આ સમારોહ દરમિયાન તમામ ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા હતા 50 કરતા વધારે લોકોને પ્રસંગમા બોલાવાયા હતા,
કોઈએ માસ્ક પણ નહોતા પહેર્યા ઉલ્લેખનીય છે કે લગ્ન ચાલી રહ્યા હતા તે સમયે વિરપુર પોલીસ પોહચતા તમામ આયોજકોને પકડી લીધા હતા અને તેમની સામે કાર્યવાહી કરાઈ હતી દંડ ભરવાનો વારો આવ્યો હતો. આમ લગ્નની જગ્યાએ પોલીસને ચાંલ્લો કરવો પડ્યો હતો આ લગ્ન કિસ્સો તાલુકામાં જ નહી આસપાસના વિસ્તારમાં પણ ટોક ઓફ ધી ટાઉન બની ચુક્યો છે….
તસવીર લખાણ – વિરપુર તાલુકાના ચાર જગ્યાએ પોલીસ લગ્ન પ્રસંગે પોહચી કાર્યવાહી હાથ ધરી હતી… પુનમ પગી વિરપુર