રસેલના ખરાબ ફોર્મ પછી પત્નીને લોકોએ પરેશાન કરી
નવી દિલ્હી: કોલકાતા નાઇટ રાઇડર્સનો સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ હાલના દિવસોમાં યૂએઈમાં આઈપીએલમાં રમવામાં વ્યસ્ત છે. તેની ટીમ સારું પ્રદર્શન કરતા પોઇન્ટ ટેબલમાં ટોપ-૪માં છે.
જોકે રસેલનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. અત્યાર સુધી પ્રશંસકોને રસેલની આક્રમક બેટિંગ જોવા મળી નથી. જે પછી એક ટિ્વટર યૂઝરે તેની પત્ની જેસિમ લોરાને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
જોકે રસેલની પત્નીએ વળતો જવાબ તેની બોલતી બંધ કરી દીધી હતી. ઈસ્ટાગ્રામ પર જેસિમ લોરાએ પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો.
જેની ઉપર આતિફ ખાન નામના એક યૂઝરે જેસિમના પતિ રસેલને લઈને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેના પર યૂઝરે લખ્યું કે જેસિમ આન્ટી પ્લીઝ દુબઈ ચાલી જાવ, રસેલ સારા ફોર્મમાં નથી.
આ પછી જેસિમે યૂઝરને જવાબ આપતા કહ્યું હતું કે આન્દ્રે રસેલ બેસ્ટ ફોર્મમાં છે. રસેલની પત્ની આઈપીએલમાં તેની સાથે જ ટ્રાવેલ કરતી હતી પણ આ વખતે કોરોના વાયરસના કારણે તેણે યૂએઈ નહીં જવાનો ર્નિણય કર્યો હતો.
જેસિમ થોડા મહિના પહેલા જ માતા બની છે અને તે પોતાના બેબીની સંભાળ રાખવા માંગે છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ ૨૦૨૦માં રસેલ ફક્ત ૧૨.૫૦ની એવરેજથી ૪ ઇનિંગ્સમાં ૫૦ રન જ બનાવી શક્યો છે. તેની સ્ટ્રાઇક રેટ ૧૩૫ની છે જે તેની બેટિંગ પ્રમાણે ઘણી ઓછી છે. ૪ ઇનિંગ્સમાં રસેલ ફક્ત ૪ સિક્સર જ ફટકારી શક્યો છે. બોલિંગમાં તેણે ૫ વિકેટ ઝડપી છે.