રસોઈ માટે તેલ વધુ મોંઘું થશે
અમદાવાદ, ભારત પોતાની જરૂરિયાતના 50% ખાદ્યતેલની આયાત કરે છે. આયાતી ખાદ્યતેલના મુખ્ય Palm Oil, Soya Oil અને Sunflower Oilની આયાત કરે છે. ભારત વર્ષે 130-150 લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્દ થતા સન ફ્લાવર ઓઈલની આયાત બંધ થઈ છે. તેમજ વિશ્વમાં પણ ખાદ્યતેલના ભાવ વિક્રમી સપાટી કે તેની નજીક ચાલી રહ્યાં છે. આ સમયે ઈન્ડોનેશિયાએ સ્થાનિક ખાદ્યતેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. ભારત પોતાની કુલ પામતેલ આયાતમાંથી 60% ઈન્ડોનેશિયા પાસેથી ખરીદે છે.
જો ઈન્ડોનેશિયા ખાદ્યતેલની નિકાસ બંધ કરે તો ભારત અને અન્ય દેશો માટે મલેશિયા એકમાત્ર સ્ત્રોત રહે છે. આથી વૈશ્વિક બજારમાં નવા વિક્રમી સપાટીએ ઉંચકાઈ શકે છે.
ઈન્ડોનેશિયાના રાષ્ટપતિ જોકો વિડોડોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે 28 એપ્રિલથી વિશ્વના કોઈપણ બજાર માટે ખાદ્યતેલની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરે છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સ્થનિક બજારમાં તેલનો પુરવઠો પુરતો બને અને પ્રજાને સસ્તું તેલ મળે તેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.