રસ્તાઓ પર પેસેન્જરો વિના દોડતી ખાલી રીક્ષાઓ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાની અસર જનજીવન પર એટલી વ્યાપક રીતે પડી છે કે હજુ તેની લોકો પર અસર જાવા મળી રહી છે. એક તરફ કામધંધાના સ્થળે જતાં લોકો હવે દ્વિ-ચક્રી સાધનોનો ઉપયોગ વધારે કરી રહ્યા છે.
તેમાં પણ ઘરના સભ્ય સાથે બેસીને જવાની આદત લોકોએ કેળવી લીધી છે. ઓફિસના સમયે સવારે-સાંજે લાલબસમાં પેસેન્જરો ધીમે ધીમે દેખાવા લાગ્યા છે.
પરંતુ જાઈએ એટલા પ્રમાણમાં મુસાફરો મળતા નહીં હોવાથી લાલ બસો મોટેભાગે ખાલીખમ જાવા મળે છે તો બીઆરટીએસની હાલત પણ કંંઈ સારી નથી. ત્યાં પણ મુસાફરોનો અભાવ જાવા મળી રહ્યો છે. આ બધામાં સૌથી ખરાબ હાલત તો ઓટોરીક્ષાચાલકોની થઈ રહી છે. બે મહિનાનું લાંબુ લોકડાઉન ભોગવ્યા પછી ઓટોરીક્ષાચાલકો ખાલી રીક્ષા સાથે મુસાફરો શોધતા નજરે પડે છે. સમય અવો આવી ગયો છે કે રીક્ષાચાલકો રીક્ષા ઉભી રાખીને સામેથી પેસેન્જરોને ક્યાં જવું છે એવું પૂછી રહ્યા છે.
પેસેન્જરો મળતા નથી તેથી ધંધો થતો નથી. દિવસભર રીક્ષા ચલાવ્યા પછી ૧પ૦ થી ર૦૦ રૂપિયાનો માંડ માંડ ધંધો થાય છે. તેમાં પણ પાંચ-છ વાગ્યા પછી તો માર્ગો પર સન્નાટો છવાઈ જાય છે. મોટાભાગના રીક્ષાચાલકો ઘરે પાછા જતાં રહે છે તો ક્યાંક ચાર રસ્તા પાસે ખૂણા પર બેઠેલા જ મળે છે. નવા કાયદા મુજબ માત્ર બે જ પેસેન્જર બેસાડવાની છૂટ છે. તેથી રીક્ષાચાલકોને ફટકો પડી રહ્યો છે.
ત્રણ પેસેન્જરો સાથેનું શટલ પણ ફેરવી શકતા નથી. બે પેસેન્જરો સાથેનું ભાડુ કહે તો મુસાફરો બેસતા જ નથી. આવા સંજાગોમાં મીટરભાડાના પેસેન્જર કઈ રીતે મળે?? બે મહિનાના લોકડાઉન પછી નાગરીકો પણ પૈસા કરકસરપૂર્વક વાપરી રહ્યા છે. તેથી પેસેન્જરોની જાણે કે. અછત સર્જાઈ છે.
જે ઓટો રીક્ષા ચાલકોએ લોન પર રીક્ષા લીધી છે તેમને તો હપ્તો ભરવાનો અને ઘર ચલાવવુ પણ મુશ્કેલ થઈ ગયુ છે. આવા સંજાગોમાં પેસેન્જર નહીં મળતા ઓટોરીક્ષાચાલકો માટે તો હજુ પણ લોકડાઉનની સ્થિતિ હોય એવા સંજાગો સર્જાયા છે. જયાં સુધી કોરોનાનો ફફડાટ છે ત્યાં સુધી ઓટો રીક્ષાચાલકોને ખાલી રીક્ષા લઈને ફરવુ પડે એવી સ્થિતિ જાવા મળે તો નવાઈ રહેશે નહીં.