રસ્તા પર સુતા મા દીકરાને જાેઈ ભાવૂક થયો સોનુ સૂદ

નવી દિલ્હી: બોલિવુડનો જાણીતો એક્ટર સોનુ સૂદ તેનાં સારા કામો માટે ઘણી વખત ચર્ચામાં રહે છે. તેણે લોકડાઉન દરમિયાન અન્ય શહેરમાં ફસાયેલાં પ્રવાસી મજૂરોને તેમનાં ઘરે પહોંચાડ્યાં હતાં. સોનુ સૂદે ન ફક્ત બસની વ્યવસ્થા કરી હતી પણ અલગ અલગ રાજ્યોમાં પ્રશાસનથી પરવાનગી લીધી હતી. જરૂરિયાતમંદો માટે રસ્તા પર ઉતરીને કામ કરનારા સોનુ સૂદે ફરી એખ વખત એક મજબૂર મહિલા અને બાળકોની મદદ કરવાનો વાયદો કર્યો છે. આ મહિલાની હાલત ખૂબ જ લાચાર છે તે ફૂટપાથ પર મજબૂર છે.
સોનુએ તેનાં ટિ્વટર એકાઉન્ટ પર એક પોસ્ટ રીટિ્વટ કરી હતી. જેમાં અંકિત રાજગઢિયા નામનાં એક વ્યક્તિએ સોનુ સૂદને ટેગ કરી તેની મદદ માંગી હતી. આ વ્યક્તિએ ટિ્વટમાં લખ્યું હતું કે, ‘સર આ મહિલાનાં પતિનું નિધન થઈ ગયુ છે. બિહારનાં પટનામાં રહેતી હતી મકાન માલિકે તેને ઘરમાંથી કાઢી મુકી છે. એક મહિનાથી રસ્તાનાં કિનારે પડી છે. ૨ નાના બાળકો ભૂખથી તડપી રહ્યાં છે. મદદ કરો આપ. સરકાર પાસેથી આમને કોઈ જ આશા નથી.’
આ પોસ્ટ જાેઇને સોનુ સૂદ ભાવુક થઈ જાય છે. અને તેણે રીટિ્વટ કરી છે કે, ‘કાલે આ પરિવારનાં માથે છત હશે. અને આ બાળકો માટે એક ઘર જરૂર હશે.’ સોનૂનાં આ રીતે અસહાય મહિલા અને તેનાં ભુખ્યા બાળકોને જાેઈને બાળકોની મદદ કરવાનો વાયદો કર્યો છે. એક વખત ફરીથી સોશિયલ મીડિયા પર સોનુ સૂદનાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે. તમામ તેનાં આ સારા કામ માટે તેનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે, સોનુ સૂદ આ પહેલાં પણ ન ફક્ત રસ્તા પર ઉતરીને પણ સોશિયલ મીડિયા પર મદદ માંગતા રહેતા તમામ લોકો સુધી સહાયતા પહોંચાડે છે. તેણે આ રીતે ઘણાં લોકોની મદદ કરી છે અને સુરક્ષિત તેનાં ઘરે પહોચાડ્યાં છે.