રસ્તા પર ૧૦૦ રુપિયાની નોટ ઉપાડતાં જ હજારો લોકો ‘છેતરાઈ’ ગયાં
લોકો ચપોચપ ઉપાડવા લાગ્યાં નોટ
માર્કેટિંગ એજન્સીઓ હવે ૧૦૦ રુપિયાની ચલણી નોટના બહાને લોકો સુધી જાહેરખબર પહોંચાડી રહી છે
રસ્તા પર ૧૦૦ રુપિયાની નોટ ઉપાડતાં જ હજારો લોકો ‘છેતરાઈ’ ગયાં
નવી દિલ્હી, રસ્તા પર પડેલા પૈસા કોણ નથી ઉપાડતું? લોકો ચપ દઈને ઉપાડી લેતાં હોય છે પરંતુ હવે કેટલીક કંપનીઓએ લોકોની આ માનસિકતાનો ઉપયોગ કરી લીધો છે. એક માર્કેર્ટીંગ એજન્સીએ ૧૦૦ રુપિયાની નોટને સહારે પોતાની જાહેરખબર લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું અને તેની સ્ટ્રેટેજી કામ પણ કરી ગઈ હતી. એક કાફે એક કાગળની એક બાજુએ ૧૦૦ રુપિયા જેવી દેખાતી નોટ છાપી હતી અને રસ્તા પર ફેંકી દીધી હતી.
તેને ખબર હતી કે લોકો નોટ ઉપાડી લેશે અને પોતાની જાહેરખબર જોઈ લેશે, તેનું માનવું સાચું પડ્યું. ૧૦૦ રુપિયાની નોટ રસ્તા પર પડેલી જોતા લોકો તેને ઉઠાવવા લાગ્યાં હતા પરંતુ પાછળ ફેરવતાં તેમને આંચકો લાગ્યો અને જેવી ઉપાડી તેવી ફેંકી દીધી હતી. ઘણા લોકોને આ ઘટના છેતરપિંડી લાગી હતી અને ઘણા લોકોએ કાફેની જાહેરખબર કરવાનો આઈડિયો ગમ્યો હતો.
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ૧૦૦ રૂપિયાની નોટ જમીન પર પડી છે, જે સરસ રીતે ફોલ્ડ કરેલી છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ નોટ ઉપાડે છે અને તેને સંપૂર્ણ રીતે ખોલે છે, તો તે માત્ર ૧૦૦ રૂપિયાની નોટ જ દેખાય છે. પરંતુ જેવી તે નોટ ફેરવે છે કે તેની પાછળ એક કાફેની જાહેરાત છપાઈ જાય છે. મતલબ, આ યુક્તિ તે લોકોને આ જાહેરાત વાંચવા માટે મજબૂર કરશે, તેથી તેઓ ફક્ત પેમ્ફલેટ લઈને તેને ફેંકી દે છે. તેના દેખાવને કારણે, લોકો તેને અવગણવાને બદલે તેને પસંદ કરશે.ss1