Western Times News

Gujarati News

રસ્તો રોકીને ડિમોલિશનનો વિરોધ કરતા વધુ ૧૦ સામે ગુનો દાખલ, કુલ ૧૧ પકડાયા

દાણીલીમડાથી નારોલ સર્કલ સુધી રોડ રોકીને વિરોધ નોંધાવ્યો હતો

ટોળામાં રહેલા કેટલાક અસામાજિક તત્ત્વોએ BRTS,AMTS અને રાહદારીઓના વાહનોને રોક્યા હતા

અમદાવાદ,ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીના ગેરકાયદે રહેણાક મકાન પર રાજ્ય સરકારનું બુલડોઝર છેલ્લા ૪૮ કલાકથી અવિરત ચાલી રહ્યું છે. તેથી ઘણાંખરાં રાજકીય નેતાઓના પેટમાં દુખાવો થયો છે. સાથેસાથે બાંગ્લાદેશીઓની પડખે ઊભા રહેનારા અસામાજિક તત્ત્વોએ બુધવારે દાણીલીમડા સર્કલથી નારોલ ચાર રસ્તા સુધીનો રોડ રોકી લીધો હતો. બનાવના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રસ્તો રોકી વિરોધ નોંધાવી રહેલા અસામાજિક તત્ત્વોને હટાવીને ૧૦ની સામે નામજોગ ગુનો નોંધીને ૭ આરોપીની ધરપકડ કરી છે. ત્યારે અગાઉ ૪ આરોપીની ધરપકડ થતા કુલ ૧૧ આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ થઇ છે.

ચંડોળા તળાવમાં ગેરકાયદે વસાહતો ઊભી કરીને વસવાટ કરતા બાંગ્લાદેશીઓના મકાન પર સરકાર દ્વારા બુલડોઝર ફેરવી દેવાની કામગીરી છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહી છે. દબાણ હટાવવાની કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને વિરોધ પ્રદર્શન કરવા માટે ગત રોજ દાણીલીમડાથી નારોલ સર્કલ તરફના રસ્તા પર અંદાજે ૧૦૦ માણસોનું ટોળું રસ્તા પર આવી ગયું હતું. ટોળામાં રહેલા કેટલાક અસામાજિક તત્ત્વોએ મ્ઇ્‌જી, છસ્્‌જી અને રાહદારીઓના વાહનોને રોક્યા હતા. દાણીલીમડા પોલીસના સ્ટાફ ગણતરીની મિનિટોમાં આવી પહોંચ્યો હતો અને રસ્તો રોકીને બેઠેલા ટોળાને હટાવીને રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો કરાવી દીધો હતો. આ મામલે દાણીલીમડા પોલીસે દિનમોહમદ શેખ, નુરમોહમદ શેખ, સલામન ગુલઝાર, બાબા અંસારી, સમીરભાઈ, સબીરભાઈ, ફરહાન, ફિરોજ તથા સાબિર પઠાણ સામે નામજોગ ગુનો નોંધીને અત્યાર સુધીમાં કુલ ૧૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.