રહેણાક પ્રોજેક્ટમાં ભારતની સૌપ્રથમ ઓટોમેટિક લોકર સિસ્ટમ ‘ઓટોવોલ્ટ’
ઓટોવોલ્ટ ગોદરેજ એલીમેન્ટ્સના રહેવાસીઓને 24×7 તેમને ફાળવેલા લોકરની સંપૂર્ણ પ્રાઇવેસી અને મહત્તમ સુરક્ષા સાથે સુલભતા પ્રદાન કરશે
મુંબઈ, ભારતની અગ્રણી હોમ અને એન્ટરપ્રાઇઝ સીક્યોરિટી સોલ્યુશન બ્રાન્ડ ગોદરેજ સીક્યોરિટી સોલ્યુસન્સ (જીએસએસ)એ આજે જાહેરાત કરી હતી કે, બ્રાન્ડે હિંજવાડી (પૂણે)માં ગોદરેજ એલીમેન્ટ્સમાં ભારતની પ્રથમ ઓટોમેટિક વોલ્ટ સિસ્ટમ ઓટોવોલ્ટ સ્થાપિત કરી છે.
ઓટોવોલ્ટ રોબોટિક પ્લેટફોર્મ પર આધારિત સૌથી વધુ આધુનિક અને સુરક્ષિત મલ્ટિ-લોકર વોલ્ટ સિસ્ટમ પૈકીની એક છે, જેમાં લોકર ખાતાધારકો માટે સુરક્ષા અને સુવિધાનો સમન્વય થયો છે. આ લોકર સિસ્ટમ સંપૂર્ણ પ્રાઇવસી અને સૌથી વધુ સુવિધા સાથે ગ્રાહકને લોકરની 24×7 સુવિધા આપે છે.
આ કીકાર્ડ, પિન અને એક કી (ચાવી)નો ઉપયોગ કરીને નિયુક્ત લોકર્સની સુરક્ષિત સુવિધા આપીને ગ્રાહકને ચાર-સ્તરીય સુરક્ષાકવચ પણ આપશે. આ સિસ્ટમમાં એકવાર ખાતાધારક સુવિધાની અંદર પ્રવેશ કરશે પછી લોકર બૂથમાં અન્ય કોઈ વ્યક્તિ માટે પ્રવેશ નિષેધ હશે, જેથી કામગીરી દરમિયાન સંપૂર્ણ સલામતી અને પ્રાઇવસી મળશે.
એકવાર ખાતાધારક એક્સેસ કાર્ડ સ્વાઇપ કરીને લોકરની સુવિધા માટે રિક્વેસ્ટ કરશે અને સંબંધિત પિન એન્ટર કરશે પછી અતિ સચોટ અને સુરક્ષિત રોબોટિક સિસ્ટમ કાર્યરત થશે અને ગ્રાહકને એના લોકરની જ સુવિધા આપશે. જ્યારે ગ્રાહક વ્યવહાર પૂર્ણ કરશે અને વિશિષ્ટ સેફ્ટી કી સાથે લોક કરશે, ત્યારે સિસ્ટમ સુરક્ષિત વોલ્ટમાં લોકરને એની જગ્યાએ પુનઃસ્થાપિત કરશે.
ગોદરેજ એલીમેન્ટ દેશના થોડા રહેણાક પ્રોજેક્ટ્સ પૈકીનો એક છે, જે એના રહેવાસીઓને સલામતી અને સુરક્ષાની 21 ખાસિયતો પૂરી પાડીને લક્ઝરી, સુવિધા અને સુરક્ષાનો સમન્વય પ્રદાન કરે છે. ઓટોવોલ્ટના ઇન્સ્ટોલેશન પછી ગોદરેજ એલીમેન્ટના રહેવાસીઓ તેમની કિંમતી ચીજવસ્તુઓ, ડોક્યુમેન્ટ, ઘરની નજીક જ્વેલરીનો સંગ્રહ કરી શકશે અને તેમને 24×7 સુલભતા મળશે.
આ સીમાચિહ્ન પર ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સના બી2બી હેડ અને વાઇસ પ્રેસિડન્ટ પુષ્કર ગોખલેએ કહ્યું હતું કે, “ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ ભારત માટે બનેલા સોલ્યુશનો દ્વારા આપણા દેશને સુરક્ષાના મોરચે હંમેશા મોખરે રાખે છે. રોગચાળાએ અત્યારે ગ્રાહકો માટે સુરક્ષા, સુલભતા અને સુવિધાને વેગ આપ્યો છે.
ઘર ખરીદતા ગ્રાહકો તેમના ઘર, મિલકતો અને પ્રિયજનોની સલામતી અને સુરક્ષા માટે વધારે સતર્ક બન્યા છે તથા રહેણાક સંકુલોમાં સંપૂર્ણ સુરક્ષા આપતા અને જોખમનું નિવારણ કરતા સોલ્યુશનોની અપેક્ષા રાખે છે.
ઓટોમેટેડ લોકર સિસ્ટમ ઓટોવોલ્ટએ બીએફએસઆઈ સેગમેન્ટમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે. ગોદરેજ એલીમેન્ટ્સમાં ઓટોવોલ્ટનું ઇન્સ્ટોલેશન એના ગ્રાહકોને બંને બ્રાન્ડની મહત્તમ સુરક્ષા, સુવિધા અને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ પ્રદાન કરવાની કટિબદ્ધતાને મજબૂત કરશે.”
આ જોડાણ પર ગોદરેજ પ્રોપર્ટીઝના વેસ્ટ અને ઇસ્ટના ઝોનલ હેડ અમનદીપ સિંહે કહ્યું હતું કે, “અમે પૂણેમાં અમારા પ્રોજેક્ટ ગોદરેજ એલીમેન્ટ્સમાં પ્રથમ પ્રકારની ઓટોવોલ્ટ સુવિધા પ્રદાન કરવા ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ સાથે જોડાણ કરીને રોમાંચિત છીએ.
ગોદરેજ પ્રોપર્ટીઝમાં અમે અમારા ગ્રાહકો અને તેમની કિંમતી ચીજવસ્તુઓની સંપૂર્ણ સલામતી જાળવવામાં માનીએ છીએ. ઓટોવોલ્ટ ભારતમાં કોઈ પણ રહેણાક સંકુલમાં પ્રથમ રોબોટિક વોલ્ટ સુવિધા છે અને અમને ખાતરી છે કે, ચાર-સ્તરીય સુરક્ષા સાથે ઓટોવોલ્ટ અમારા ગ્રાહકોની સૌથી મોટી એસેટ બની જશે.”