રાંચીમાં મધ્યાહ્ન ભોજનની દાળમાં ગરોળી પડીઃ ભોજન લીધા બાદ ૨૫ બાળકો બિમાર
રાંચી, રાંચીના સિલ્લીની માધ્યમિક શાળા બાંસારૂલીમાં ગુરૂવારે મધ્યાહ્ન ભોજનમાં મળતી દાળ ખાવાથી ૨૫ બાળકો બિમાર થઈ ગયા હતા. ખાવાનું ખાધા બાદ બાળકોને ગળામાં બળતરા અને ઉલ્ટી થવા લાગી હતી. વાલીઓ પોતના બાળકોને લઈને સારવાર કરાવવા માટે સિલ્લી હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટર્સે તેમની તપાસ કરી દવા આપી હતી. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર તમામ બાળકો સ્વસ્થય છે.
વાલીઓએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં બપોરના સમયે અમુક બાલકોને ભોજન લીધું હતું. ત્યાર બાદ બાળકોએ દાળમાં પડેલી ગરોળી જાેઈ. બાદમાં ભોજન લીધા બાદ બાળકોની તબિયત લથડ઼ી. રાતના ૮ વાગ્યે ૧૦ બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા. ત્યાર બાદ રાતના ૯.૩૦ કલાકે ઓટોમાં અને ૧૫ બાળકો હોસ્પિટલમાં આવ્યા હતા.
માહિતી મળતા બીઈઈઓ સુદામા મિક્ષા હોસ્પિટલ પહોંચ્યો અને બાળકો તથા વાલીઓ સાથે મળીને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. બીઈઈઓનું કહેવુ છે કે, શુક્રવારે સ્કૂલમાં એસએમસી બેઠકમાં દોષિતો પર કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાલયના પ્રધાનાચાર્ય દિલીપ કુમારે મહતોએ જણાવ્યું હતું કે, ગુરૂવારે કુલ ૯૨ બાળકોમાંથી ૩૦ બાળકોએ મધ્યાહ્ન ભોજન લીધું હતું.HS2KP