રાંચીમાં હોટલમાં ચા પીતા ભાજપના નેતાની ઘાતકી હત્યા
રાંચી, ઝારખંડની રાજધાની રાંચીમાં ગઇકાલે મોડી સાંજે ભાજપના એક નેતાની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. જાણકારી અનુસાર ભાજપ અનુસૂચિત જનજાતિ મોર્ચાના જિલ્લાધ્યક્ષ જીતરામ મુંડા એક હોટલમાં પોતાના એક સાથે રાજકિશોરની સાથે ચા પી રહ્યા હતા. આ દરમિયાન બાઈક સવાર હુમલાખોરોએ તેમના પર તાબડતોડ ગોળીબારી કરી દીધી. હુમલામાં રાજકિશોરને પણ ગોળી મારી દીધી. ત્યારે દુસ્સાહસિક ઘટનાને અંજામ આપતા હુમલા ખોરે હવાઈ ફાયરિંગ કરતા ત્યાંથી ફરાર થઈ ગયા.
આ ઘટના બાદ પોલીસ પ્રશાસનમાં હલચલ મચી ગઈ છે. પોલીસ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસી રહ્યા છે અને નાકાબંધી પણ કરવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે ઘટનાની પાછળ અંગત અદાવતનો મામલો છે. આ હુમલો શહેરના અને માંઝી વિસ્તારમાં સ્થિત આર્યન લાઈન નામની હોટલમાં થયો જ્યાં મુંડા પોતાના સાથીઓની સાથે ચા પી રહ્યા હતા. મુંડાને હોસ્પિટલને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ચિકિત્સકોએ તેમણે મૃત જાહેર કર્યા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
બન્નેને મેદાંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલ રાજકિશોરની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ અર્જુન મુંડા, ભાજપાએ સંગઠન મંત્રી ધર્મપાલ સિંહ, પૂર્વ સાંસદ રામટહલ ચૌધરી સહિત અનેક ભાજપ નેતા હોસ્પિટલ પહોંચ્યા અને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી. બીજી તરફ આ ઘટનાને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં ખાસો આક્રોશ જાેવા મળી રહ્યો છે. ત્યારે પોલીસના અનુસાર પહેલી નજરમાં મામલો આંતરિક વિખવાદનો નજરે પડે છે.
કહેવામાં આવી રહ્યું છે કે જીતરામ મુંડાનો મનોજ મુંડા નામના એક વ્યક્તિ સાથે ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મનોજે ભાપા નેતાની હત્યા કરાવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તેમનું કહેવું છે કે જલ્દી મામલામાં ખુલાસો કરવામાં આવશે અને આરોપીની ધરપકડ કરવામાં આવશે.HS