રાંધેજા માંડવી ચકલા પાસેથી ૧૪ જુગારી ઝડપાયા
ગાંધીનગર, રાંધેજાના માંડવી ચકલા ખાતે ગત મોડી રાત્રે થાંભલાની લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ૧૪ શકુનીઓને પેથાપુર પોલીસે દબોચી લીધા છે. જ્યારે પોલીસે જુગારીઓની અંગજડતી અને દાવ પરથી મળીને કુલ રૂા.૨૯ હજારનો મુદ્દામાલ અને જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ પેથાપુર પોલીસ મથકના જવાનો રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા તે સમયે રાંધેજા નાકા પોઈન્ટ પાસે આવતા બાતમી મળી હતી કે રાંધેજા માંડવી ચકલા કુંડાળુ વળીને લાઈટના અજવાળે કેટલાક શખ્સો બાજી માંડીને બેઠા છે. જેથી પોલીસ બાતમીવાળી જગ્યાએ પહોંચતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસને જાેતા જુગારીઓ ડરી ગયા હતા. તમામ જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે જુગારીઓના નામ પૂછતા કનુજી અમાજી ઠાકોર, પ્રકાશ પ્રતાપજી ઠાકોર, નરેશ કાળાજી ઠાકોર, વિક્રમ ગોપાળજી ઠાકોર, મહેશ બચુજી ઠાકોર, સંજય શકરાજી ઠાકોર, જગદીશ પ્રતાપજી ઠાકોર,
મહેશ કનુભાઈ પટેલ, રમેશ જીવણજી ઠાકોર, ગાભાજી જાેઈતાજી ઠાકોર, ભરત ગાંડાજી ઠાકોર, રણજીત છનાજી ઠાકોર, આરીફ અકબરસા દિવાન અને પૂનમ વરવાભાઈ રાવળ હોવાની કબુલાત કરી હતી. પોલીસે જુગારીઓની અંગજડતી લેતા રૂા.૨૪,૩૫૦ અને દાવ પરથી રૂા.૨,૨૩૦ તેમજ પાંચ મોબાઈલ મળી કુલ રૂ.૨૯ હજારનો મુદ્દમાલ કબ્જે કરી તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.