રાઈટિંગને જોતા લાગતું નથી કે સુશાંતસિંહ ડિપ્રેશનમાં હતો
સુશાંતના હેન્ડરાઈટિંગ સ્ટ્રેટ છે દર્શાવે છે કે તેની લાઈફ પણ સ્ટ્રેટ ફોરવર્ડ હતી: નિષ્ણાતનો ડિપ્રેશન ઉપર ખુલાસો
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ સીબીઆઈ દ્વારા તેજ ગતિથી કરવામાં આવી રહી છે. કેસને અનુલક્ષીને તપાસ નાનામાં નાની વાતની વિગતે ચકાસણી કરવામાં આવી રહી છે. આવામાં હવે તપાસમાં સુશાંત સિંહ રાજપૂત જે ડાયરીમાં નોંધ લખતા હતા તેની પણ તપાસ કરાઈ રહી છે. આ ડાયરીમાં સુશાંત પોતાના વિચારો વ્યક્ત કરતા હતા, સાથે જ ઘરમાં વ્હાઈટ બોર્ડ પણ હતું. હવે સુશાંત પોતાના તથા બીજાના ભવિષ્ય વિશે આટલું વિચારતા હતા તો તેમણે સ્યૂસાઈડ નોટ શા માટે ના લખી તે વાત લોકોના ગળે નથી ઉતરી રહી. સુશાંતના કેસમાં એક્સપર્ટ્સ દ્વારા અગાઉ પણ હેન્ડરાઈટિંગનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. રિયા ચક્રવર્તીએ પણ એક નોટ શેર કરી હતી અને કહ્યું હતું કે આ સુશાંતે લખ્યું છે.
હવે હેન્ડરાઈટિંગ એક્સપર્ટે સુશાંતના લખાણને જોઈને તેના વિશે ઘણુ જણાવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, સુશાંતની ૧૫ પાનાની નોટ્સના હેન્ડરાઈટિંગ એક્સપર્ટ્સ પાસે છે. જેને જોઈને સુશાંત વિશે જાણવામાં ઘણી મદદ મળી. આ નોટ્સમાં સુશાંતનું ફ્યુચર પ્લાનિંગ દેખાય છે. સુશાંતના હેન્ડરાઈટિંગ સ્ટ્રેટ છે જે દર્શાવે છે કે તેમની લાઈફ પણ સ્ટ્રેટ ફોરવર્ડ હતી. રાઈટિંગને જોતા લાગતું નથી કે તેઓ ડિપ્રેશનમાં હતા. એક્સપર્ટએ જણાવ્યું કે ડિપ્રેસ વ્યક્તિ ડાઉનવર્ડ લખે છે. સુશાંતના કેસમાં તે નથી દેખાતું. નીરજે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સુશાંત માટે બનાવી રાખી હતી ગાંજાવાળી સિગરેટ્સ, જે ડબ્બો ખાલી મળ્યો હતો. સુશાંતના મોત બાદ તેઓ ડિપ્રેશનમાં હોવાની વાત થઈ રહી છે. સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીએ જણાવ્યું કે સુશાંતનો લગભગ ૬ મહિનાથી ઈલાજ થઈ રહ્યો હતો. રિયાએ પણ આ જ વાત કરી છે. જોકે, સુશાંતના પિતાએ કહ્યું હતું કે તે લો ફીલ કરતો હતો પણ ડિપ્રેશનવાળી વાત ક્યારેય તેમને નથી ખબર પડી.SSS