રાઈમા સેન Sizzling ફોટોના કારણે ટ્રોલ થઈ
રાઈમા સેને અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું, જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી
મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ રાઈમા સેને અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું, જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે. એક ઈન્ટરવ્યુમાં રાઈમાએ કહ્યું કે મને શરમ નથી આવતી. બોલીવુડ એક્ટ્રેસ રાઈમાં સેનને આજે દરેક લોકો જાણે છે. બોલીવુડમાં સફળતા ના મળવાના કારણે તે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ ગઈ. રાઈમા સેન બંગાળી ઈન્ડસ્ટ્રીનો એક ઓળખીતો ચહેરો છે. આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને કોઈ પણ પ્રકારે તેના ફેન્સ સાથે જાેડાયેલી રહે છે.
રાઈમા સેન પોતાની વેબ સિરીઝ દ લાસ્ટ આવરને લઈને ચર્ચામાં છે. પોતાની એક્ટિંગની સાથે-સાથે રાઈમાં પોતાના બોલ્ડ અને હોટ ફોટોઝ માટે જાણીતી છે. થોડા દિવસો પહેલા રાઈમાએ અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું જેના કારણે તેને ટ્રોલ થવું પડ્યું. તાજેતરમા જ રાઈમાએ આપેલા ઈન્ટરવ્યુમાં તેને જણાવ્યું કે, મને આ બધુ કરવામાં બિલકુલ શરમ નથી આવતી. તેણે જણાવ્યું કે તે બોલ્ડ ફોટો શૂટ કરાવતા સમયે જરા પણ નર્વસ નથી થતી.
વધુમાં રાઈમાએ જણાવ્યું કે હું હકીકતમાં આ ફોટોઝને શૂટ કરાવવા માટે ખૂબ સહજ હતી. તે ફોટોઝ બોલ્ડ ન હતા. ઈન્ટવ્યુમાં રાઈમાએ આગળ જણાવ્યું કે તેને પોતાની બિલ્ડીંગની અગાસી પર શૂટ કરાવ્યું હતું. લોકડાઉન ૧૬ મેથી શરૂ થયું. અમે ૧૫ તારીખે શૂટ કર્યું. રાઈમા સેનને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે. રાઈમા સેને સોશિયલ મીડિયા પર પોતાની ટોપલેસ ફોટો શેર કરી હતી જેનાથી ઈન્ટરનેટ પર ધમાલ મચી ગઈ અને તેને ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું.