રાકેશે શમિતા સાથેની થ્રો-બેક તસવીર ઈન્સ્ટા પર શેર કરી

મુંબઈ, બિગ બોસ ૧૫ના ઘરમાં એક દિવસ પહેલા દેવોલીના ભટ્ટાચાર્જી સાથે ઝઘડો થયા બાદ શમિતા શેટ્ટી બેભાન થઈને ઢળી પડી હતી. જે બાદ કરણ કુંદ્રા તરત જ તેને ઊંચકીને મેડિકલ-રૂમમાં લઈ ગયો હતો અને સારવાર આપી હતી. આ ઘટના બાદ ફેન્સ શમિતા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા હતા અને દેવોલીના ભટ્ટાચાર્જીને ઘરમાંથી કાઢી મૂકવાની માગ કરી હતી.
આ દરમિયાન, શમિતા શેટ્ટીના બોયફ્રેન્ડ રાકેશ બાપટે પણ તેના માટે એક મેસેજ મોકલ્યો છે અને તેને મજબૂત રહેવા માટે કહ્યું છે. રાકેશ બાપટે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બિગ બો ઓટીટી દરમિયાનનો થ્રો-બેક ફોટો શેર કર્યો છે. ફોટોમાં શમિતાની આંખમાં આંસુ જાેવા મળી રહ્યા છે, તો રાકેશ પાછળથી તેને પકડીને શાંત રાખી રહ્યો છે.
આ સાથે તેણે લખ્યું છે ‘ક્યારેક-ક્યારેક જ્યારે બાબતો અલગ હોય છે તો, તે પોતાની જગ્યા પર સાચી હોય છે. મજબૂત રહેજે. ઉલ્લેખનીય છ કે, દેવોલીના ભટ્ટાચાર્જી અને શમિતા શેટ્ટી વચ્ચેનો ઝઘડો સીમા બહાર જતો રહ્યો હતો.
શમિતાએ વીઆઈપી સભ્યો સાથે ખરાબ રીતે વાત કરી હતી, જે જાેઈને દેવોલીના ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે એક્ટ્રેસને તેમનું અપમાન ન કરવાની ચેતવણી આપી હતી. જે બાદ શમિતાએ દેવોલીનાની મજાક ઉડાવતા એક ખરાબ શબ્દનો ઉપયોગ કર્યો હતો. બંને વચ્ચે હાથાપાઈ પણ થવાની હતી.
જાે કે, ઘરવાળાએ તેમને અટકાવી દીધા હતા. દેવોલીનાએ શમિતા પર બૂમ પાડીને કહ્યું હતું કે, ‘તારી શેટ્ટીગિરિ અહીંયા જ કાઢી દઈ’. આ દરમિયાન શમિતા કરણ કુંદ્રાના હાથમાં બેભાન થઈને ઢળી પડી હતી. કરણ તરત જ તેને ઊંચકીને મેડિકલ રૂમમાં લઈ ગયો હતો. ઘરમાં થતા અવાર-નવાર ઝઘડાને લઈને બિગ બોસ ૧૫ના અપકમિંગ વીકએન્ડ કા વારમાં સલમાન ખાન ઘરવાળાનો બરાબરનો ક્લાસ લેશે તેમ લાગી રહ્યું છે.SSS