રાકેશ ટિકૈટે ભરૂચના હાઈવે ઉપરના લુવારા ગુરુદ્વારા ખાતે શીશ ઝુકાવ્યું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: કેન્દ્ર સરકાર ના ત્રણ કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટીકૈટ તેમની ગુજરાતની બે દિવસની મુલાકાત દરમ્યાન બારડોલી જતા ભરૂચના લુવારા ખાતે આવી પહોંચ્યા હતા અને ગુરુદ્વારમાં શીશ ઝુકાવ્યું હતું.
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂત નેતા રાકેશ ટીકૈટ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે.પ્રવાસ ના બીજા દિવસે વડોદરા થી તેઓ સીધા ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ લુવારા ગુરુદ્વારા પર આવી પહોચ્યા હતા.ગુરુદ્વારા પર આવતા પૂર્વે તેઓએ ટ્રેકટર રેલી કાઢી હતી અને જાતે ટ્રેકટર હંકારી ગુરુદ્વારા ઉપર પહોંચ્યા હતા અને ગુરુદ્વારા પર શીશ ઝુકાવ્યું હતું.તેઓ સાથે ગુજરાતના પૂર્વ સી.એમ શંકરસિંહ વાઘેલા પણ જોડાયા હતા.બંન્ને આગેવાનોએ ખેડૂતો સાથે ઔપચારીક મુલાકાત કરી હતી.રાકેશ ટીકૈતના સ્વાગતના જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમાલસિંહ રણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ,સંદીપ માંગરોલા,ખેડૂત સમાજના મહેન્દ્ર સિંહ કરમારીયા સહિત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા.
રાકેશ ટીકૈતની મુલાકાતના પગલે ચાંપતો પોલીસ સમગ્ર સંકુલમાં બંદોબસ્ત ગોઠવાયો હતો.રાકેશ ટીકૈતે વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન હજુ આગળ ચાલશે,ગુજરાતના ખેડૂતોના પણ ઘણા પ્રશ્નો છે.પરંતુ ખેડૂતો બહાર નથી આવતા આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો પણ તેમના પ્રશ્નોને લઈ રસ્તા પર આવશે.
લુવારા થી રાકેશ ટીકૈત નો કાફલો બારડોલી જવા રવાના થયો હતો.